GSTV
Home » News » મોદી સરકારનો મોટો નિર્ણય: ફરી એક ઈસ્લામી સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો, 100 નેતાઓ જેલમાં

મોદી સરકારનો મોટો નિર્ણય: ફરી એક ઈસ્લામી સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો, 100 નેતાઓ જેલમાં

modi

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આજે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો. સરકારે નોટિફિકેશન દ્વારા આજે આ આદેશ જાહેર કર્યો હતો. સરકારે જણાવ્યુ હતુ કે સંગઠન દેશવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. સાથે સાથે આતંકી સંગઠનો સાથે પણ જમાતને નજીકના સબંધો છે, માટે આ નિર્ણય લેવાયો છે.

સરકારને તપાસ દરમિયાન જમાત-એ-ઈસ્લામી આતંકવાદીઓને ફંડ પૂરુ પાડતું હોય અને અન્ય પ્રકારની મદદ કરતું હોય એવુ જણાયુ હતુ. માટે ભારતની એકતા-અખંડિતતા જળવાઈ રહે એટલે સરકારે આ નિર્ણય લીધો હતો. આ પ્રતિબંધ જોકે સંગઠનના જમ્મુ-કાશ્મીર વિભાગ પૂરતો જ મર્યાદિત છે. જમ્મુ-કાશ્મીરમાં થોડા સમયથી ચાલતી અશાંતિ પછી પોલીસે ઠેર ઠેર આ સંગઠનના સભ્યોના ઘરે દરોડા પાડયા હતા. એ દરમિયાન તેના ૧૦૦થી વધુ સભ્યોને પકડી લેવામાં આવ્યા હતા.

આ ધરપકડમાં જમાતના મુખિયા ફૈયાઝ અને એડવોકેટ ઝાહિદ અલીનો પણ સમાવેશ થાય છે. સરકારે આ પ્રતિબંધ આતંકવાદ વિરોધી ધારા હેઠળ મુક્યો હતો. એ માટે સરકારે કારણ આપ્યુ હતુ કે આ સંગઠન ભારતમાંથી અલગ ઈસ્લામિક રાજ્ય સ્થાપવા સહિતની પ્રવૃત્તિમાં શામેલ હતું. પ્રતિબંધના નિર્ણય પછી રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને એટલા માટે સરકારે સુરક્ષા વ્યવસ્થા સતર્ક કરી દીધી હતી. શ્રીનગર શહેરના પાંચ પોલીસ સ્ટેશનોએ પોતાના વિસ્તારમાં કર્ફ્યુ (ધારા ૧૪૪) મુકી દીધો હતો. જેથી ટોળું એકઠુ ન થાય અને પ્રતિબંધના વિરોધમાં કોઈ તોફાન ન કરે. જ્યાં જરૃર લાગે ત્યાં સુરક્ષા કર્મીઓને પણ ખડકી દેવામાં આવ્યા છે.

જમાત-એ-ઈસ્લામી પર આ પહેલો પ્રતિબંધ નથી. છેક ૧૯૪૫માં તેની સ્થાપના થઈ છે. એ વખતે તેનું નામ જમાત-એ-ઈસ્લામી હિન્દ એવુ હતુ. તેમાંથી ૧૯૫૩માં આ સંગઠન જમાત-એ-ઈસ્લામી વૈચારિક મતભેદને કારણે અલગ પડયુ હતુ. ત્યારથી બન્ને અલગ સંગઠન છે. એ પછી ૧૯૭૫માં બે વર્ષ માટે પ્રતિબંધ મુકાયો હતો. ફરીથી ૧૯૯૦માં તેના પર પ્રતિબંધ મુકાયો હતો. ૧૯૯૯૫માં એ પ્રતિબંધ પુરો થયો હતો. એ પછી હવે ફરી પ્રતિબંધ મુકાયો છે. આ સંગઠન પાકિસ્તાન તરફી વિચારધારા ધરાવે છે. જોકે તેનું કામ ઈસ્લામીક શિક્ષણ આપવાનું અને ઈસ્લામ અંગે જાગરૃકતા લાવવાનું છે.

આ ધરપકડ અને પ્રતિબંધ અંગે જમાત-એ-ઈસ્લામીએ કહ્યુ હતુ કે આ રાજકીય કાવતરાનો ભાગ છે. અમને ખોટા નિશાન બનાવાઈ રહ્યા છે. બીજી તરફ કાશ્મીરના ખતરનાક આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનને ઉભું કરવામાં જમાત-એ-ઈસ્લામીનો મોટો ફાળો છે. મુજાહિદ્દીનને જોઈએ એ તમામ સગવડ આપીને સંગઠન તરીકે તેનો વિકાસ કરવાનું કામ જમાત-એ-ઈસ્લામીએ કર્યું છે. પાકિસ્તાન દ્વારા પુરા પાડવામાં આવતા હથિયારોને આતંકવાદીઓ સુધી પહોંચાડવા અને આતંકીઓને તાલીમ આપવા સહિતના અનેક કામો આ સંગઠનના નામે બોલે છે.

આ સંગઠનનો સંચાલક સૈયદ સાલાહુદ્દિન છે. સલાહુદ્દિન ઈચ્છે છે કે કાશ્મીર પાકિસ્તાનમાં ભળી જાય. એ માટે સલાહુદ્દિન પોતે તો બહુ પહેલેથી કાશ્મીર જઈને રહે છે. આ સિવાય સલાહુદ્દિન યુનાઈટેડ જિહાદ કાઉન્સિલનો પણ વડો છે.

READ ALSO

Related posts

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!