GSTV

સરકારની કડકાઈ / નકલી હેલ્મેટ, કુકર અને સિલિન્ડર વેંચતા લોકો પર થશે કાર્યવાહી, દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને ફટકારી નોટિસ

Last Updated on November 25, 2021 by Pritesh Mehta

દુર્ઘટનાઓની ઘટનાઓમાં જીવલેણ સાબિત થયેલ નકલી ઉત્પાદનોના વેચાણ અને નિર્માણ પર રોક લગાવવા માટે સરકાર દેશભરમાં અભિયાન ચલાવશે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટી (CCPA)એ બુધવારે કહ્યું છે કે નકલી ISI માર્ક વાળા પ્રેસર કુકર, હેલ્મેટ અને રાંધણ ગેસ સિલિન્ડર વેચનારાઓ સામે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

નકલી

CCPAના મુખ્ય આયુક્ત નિધિ ખરેએ કહ્યું છે કે રિટેઇલ વેપારીઓની સાથે સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર બેરોકટોક આડેધડ વેચાણ કરવામાં આવી રહ્યું છે. અમે પહેલા જ એમેઝોન, ફ્લિપકાર્ટ સહીત પાંચ ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ ફટકારી છે. અહીં એવા પ્રેસર કુકર વેચવામાં આવી રહ્યા છે ભારતીય માનક બ્યુરો (BIS)ના માપદંડોને પૂર્ણ નથી કરતા.

જિલ્લા કલેક્ટર દાખલ કરશે ફરિયાદ

બજારોમાં એવા નકલી ઉત્પાદનોના વેચાણ પર લગામ લગાવવા માટે CCPAએ તમામ જિલ્લા કલેક્ટરોને તે કંપનીઓની તપાસ કરવા કહ્યું છે જેમના વિરુદ્ધ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરવાને લઈને ફરિયાદ થઇ છે. પોતાના અધિકાર વિસ્તારમાં તપાસ કર્યા બાદ આગામી બે મહિનામાં તેનો રિપોર્ટ મોકલશે. ખરેએ જણાવ્યું કે તેના ઉપરાંત CCPA વ્યક્તિગત રૂપે પણ આ ઉત્પાદનોની દેખરેખ રાખી રહ્યું છે. એવા કેસ સામે આવતા અમે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવીશું.

ખરીદતા પહેલા ધ્યાન આવે ગ્રાહકો

  • ખરીદી કરતા સમયે ગ્રાહક સુરક્ષા માટે BISનો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (IS) માર્ક અચૂક જુઓ.
  • વેબસાઇટો પર પણ ગ્રાહકો ઉત્પાદનોના ફીચર્સમાં ISI માર્ક જોઈને જ ઓર્ડર કરો
  • ગ્રાહકો પાસે જાણકારી હોવી જરૂરી છે કે પ્રેસર કુકર, હેલ્મેટ અને રસોઈ ગેસ સિલિન્ડરનું વેચાણ ISI માર્ક વગર નથી કરી શકાતી.
  • હેલ્મેટ પર ISI 4151:2015 અને પ્રેસર કુકર પર ISI 2347:2017નું નિશાન જોઈને જ ખરીદી કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!