GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભેળસેળીયાઓની ખેર નહીં! મોદી સરકારે Lockdown બાદ કસ્યો ગાળીયો, રાજ્યને આપ્યા આ આદેશ

મોદી સરકાર

કેન્દ્ર સરકારે ભેળસેળ વિરૂદ્ધ કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. પાછલા અમુક દિવસોથી કેન્દ્ર સરકારને સતત ફરિયાદ મળી રહી હતી કે બજારના નિયમોના વિરૂદ્ધ ખાદ્ય પદાર્થો ખાસ કરીને ખાદ્ય તેલનું વેચાણ થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં લઈને ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામ વિલાસ પાસવાને પણ દરેક રાજ્ય સરકારોને આદેશ કર્યો છે. મંત્રાલયના ટોચના સચિવે દરેક રાજ્ય સરકારોને પત્ર લખીને કડક પગલા ભરવા માટે કહ્યું છે. મંત્રાલયે પત્રમાં લખ્યું છે કે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર તરત રોક લગાવી દેવામાં આવે. મંત્રાલયે પત્રમાં લખ્યું છે કે ખુલ્લામાં ખાદ્ય તેલના વેચાણ પર તરત રોક લાગાવી દેવામાં આ અને કડક પગલા ભરવામાં આવે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્ય સરકાર તત્કાલ દુષિત તેલના વેચાણ પર રોક લગાવો.

લોકડાઉન બાદ સરકારનો કડક એક્શન

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આ પગલા લોકડાઉન બાદ ભેળસેળ ખાદ્ય પદાર્થના વેચાણ પર અંકુશ લગાવવા માટે ભર્યું છે. પાછલા અમુક દિવસોમાં દેશના ઘણા ભાગમાં ભેળસેળની ખબર આવવાની શરૂ થઈ ગઈ હતી. હાલમાં જ દિલ્હી-એનસીઆરમાં સરસોના તેલના 33 ટકા નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી.

પાછલા દિવસોમાં ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Food Safety and Standards Authority of India)એ પણ ખાવા-પીવાની ચીજ વસ્તુને લઈને એડવાઈઝરી જાહેર કરી ખરીદી પહેલા સાવધાની રાખવા કહ્યું હતું. દિલ્હી એનસીઆરમાં સરસોના તેલમાં ચોખાના ભુસાના તેલની ભેળસેળના મામલા સામે આવ્યા હતા. ભેળસેળ તેલમાં સસ્તા અનાજના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ દિલ્હી-એનસીઆરમાં કરવામાં આવેલી તપાસમાં એ જાણવા મળ્યું કે તેલમાં 33 ચકા સેમ્પલમાં ભેળસેળ હતી.

નફાખોરા પર ગાળીયો કસવાની તૈયારી

કેન્દ્ર સરકારે આ પગલાને લોકડાઉન વખતે નફાખોકી કરતા દુકાનદારોને કાર્યવાહી કરાર આપવામાં આવી રહ્યો છે. આ લોકો હવે અનુચિત લાભ ઉઠાવી શકે છે કે સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભેળસેળ અને છેતરપિંડીમાં લિપ્ત થઈ શકે છે. દાળ, અનાજ, દૂધ, મસાલા, ઘીથી લઈને શાક અને ફળ સુધી કોઈ પણ ખાદ્ય પદાર્થ ભેળસેળથી અલગ નથી.

Read Also

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!