GSTV

જેલમાં પૂરી દેવા જોઇએ પ્રેમી પંખીડાઓને, ત્યારે જ અટકશે બળાત્કારની ઘટના: સાક્ષી મહારાજ

Last Updated on September 21, 2017 by

ભારતીય જનતા પાર્ટીના સાસંદ સાક્ષી મહારાજે ફરી એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ”જાહેર સ્થળો પર પ્રેમી પંખીડાઓ દ્વારા થતા અશ્લીલ વર્તાવને કારણે જ દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે.” સાક્ષી મહારાજે તેમ પણ કહ્યુ કે, ”દુષ્કર્મ થયા પછી લોકો પોલીસને દોષ આપે છે.” તેમણે કહ્યુ કે, ”આ પ્રેમી પંખીડાઓ પર પોલીસ કડક પગલાંઓ લેવા જોઇએ.”

સાક્ષી મહારાજે એક નિવેદનમાં કહ્યુ કે, ”પ્રેમી પંખીડાઓ કાર, પાર્કિંગ અને અન્ય જાહેર સ્થળો પર અશ્લીલ વર્તાવ કરતા હોય છે, જેના પર કોઇ ધ્યાન આપતું નથી, પરંતુ જ્યારે દુષ્કર્મ થાય છે તો પોલીસને પગલા લેવા માટે જણાવે છે, તેના કરતા તો આ પ્રેમી પંખીડાઓને જેલના પૂરી દેવા જોઇએ.”

અગાઉ રામ રહીમનો બચાવ કરી ચુકેલા સાક્ષી મહારાજે કહ્યુ કે,તેમની સાથે કોઈ સંબંધ નથી. રામ રહીમ અને રામપાલ જેવા લોકો વોટ બેન્કની રાજનીતિમાંથી નીકળ્યા છે અને રાજનેતાઓને આત્મચિંતન કરવું જોઈએ કે, આવા બાબાઓને પ્રોત્સાહિત ન કરવા જોઈએ.” સાક્ષી મહારાજ રોહિંગ્યા મુસલમાનો અંગે કહ્યુ કે, ”તેઓને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.”

 

Related posts

સૂર્યગ્રહણ/ 2021નું અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ શનિવારે, જોઈ લો ભારતમાં દેખાશે કે નહીં, આ લોકો માટે ચિંતાનો વિષય

Pravin Makwana

નદીઓમાં પ્રદૂષણ/ ગુજરાતની નર્મદા-સાબરમતી સહિત 20 નદીઓ પ્રદૂષિત, મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૫૩ નદી પ્રદૂષિત

Pravin Makwana

વિશ્વાસ નહીં આવે / આ દેશમાં રન વે પર મુસાફરો વિમાનને ધક્કો મારતા નજરે પડ્યાં, કારણ જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!