GSTV

એસિડ એટેક- લિવ ઈન રિલેશન અને ત્યાર બાદ બાયોપિક! લક્ષ્મી અગ્રવાલની આ છે કહાની, ‘છપાક’ની દીપિકા માટે કહ્યું આવું

Lakshmi Agarwal

એસિડ એટેક પીડિતાઓ માટે પ્રેસણા સ્ત્રોત બની ચુકેલી લક્ષ્મી અગ્રવાલને આજે નથી ઓળખતું? એક ભયંકર ઘટના માટે લક્ષ્મીએ પોતાને કેટલી સુંદરતાથી સંભાળી છે તે આજે દરેક લોકો જાણે જ છે. લક્ષ્મીના આ સાહસને લઈને બોલિવુડમાં એક ફિલ્મ બનવા જઈ રહી છે અને તેમાં દીપિકા કામ કરી રહી છે. હાલમાં જ ફિલ્મ છપાકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. જેના બાદ લક્ષ્મીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને તેમણે ફરી એક વખત લોકો સામે પોતાની હિમ્મત, વિશ્વાસની કહાણી શેર કરી.

જ્યારે લક્ષ્મીને ફિલ્મ વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તે જરૂરથી ફિલ્મ જોવા જશે અને દીપિકાએ તેમના પાત્રને પુરો ન્યાય આપ્યો છે. તેમણે જણાવ્યું કે, 2016માં મેં મારી બાયોપિક બનાવવા માટે હામી ભરી છે. બે દિવસ પહેલા જ આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ છે. હું કોશિશ કરીશ કે શૂટિંગ પર હાજર રહું. ફિલ્મમાં મારા એક્સ લિવ-ઈન પાર્ટનરની ભુમિકા વિક્રાંત મૈસી નિભાવી રહ્યા છે.

deepika padukone

પોતાના જીવન વિશે વાત કરતા લક્ષ્મીએ જણાવ્યું કે આ વાત 2005ની છે, જ્યારે હું 15 વર્ષની હતી અને સાતમાં ધોરણમાં ભણતી હતી. મારી ઉંમરથી બડલ ઉંમરના વ્યક્તિએ મને લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યું. મેં ના પાડી દીધી તો તેણે મારા પર એસિડ ફેકી દીધું. 22 એપ્રિલ 2005 સવારે હું એક બુક સ્ટોર પર જઈ રહી હતી. તે યુવક પોતાના નાના ભાઈની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો અને મને ધક્કો મારી દીધો.

હું રસ્તા પર પડી તો મારા પર એસિડ ફેકી દીધું. મેં આંખોને તરત હાથથી ઢાંકી દીધી જેના કરાણે મારી આંખો બચી ગઈ.  ત્યાર બાદ લગભગ બે મહિના સુધી હું હોસ્પિટલમાં દાખલ રહી. હોસ્પિટલથી ઘરે ગયા બાદ મેં જ્યારે અરિસો જોયો ત્યારે મને અહેસાસ થયો કે હવે મારૂ જીવન બરબાદ થઈ ચુક્યું છે. આ દુર્ગટનાએ ફક્ત મને જ નહીં પરંતુ મારી આખા પરિવારને હચમચાવી દીધુ. આ ઘટનાના થોડા દિવસ બાદ પિતા અને ભાઈ બન્નેના અવસાન થઈ ગયા.  

તમને જણાવી દઈએ કે લક્ષ્મીને પોતાની કંપનીના ફાઉન્ડર સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને એક બીજા સાથ લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તે પહેલા બન્ને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા લગ્ન બાદ લક્ષ્મીએ દિકરીને જન્મ આપ્યો જ્યાર બાદ તેના પિતા આલોક સાથે લક્ષ્મીના રિલેશનમાં ખટાસ આવી ગઈ. પોતાના રિલેશનની કહાણી જણાવતા લક્ષ્મીએ કહ્યું કે મારા અને આલોક સાથે પણ આમ જ થયું હતું. આલોક સાથે મારી મુલાકાત ઓસિડ અટેકના એક અભિયાન સમયે થઈ હતી. અને ત્યાર બાદ એક બીજા સાથે પ્રેમ થઈ ગયો.  

અમે લગ્ન ન હતા કર્યા પણ લીવ ઈન રિલેશનમાં હતા. અમારી એક દિકરી પિહૂ છે. હવે હું અને આલોક સાથે નથી. હું એક સિંગલ મધર છું. આલોકને જ્યારે લાગ્યું કે અલગ થવું જોઈએ તે અલગ થઈ ગયા. જે રીતે અમે ખુશીથી સાથે આવ્યા હતા તે જ રીતે ખુશીથી અલગ થઈ ગયા. હવે હું પોતાનો સમય કેમ્પેન અને દિકરીને આપવા માંગું છું. તે પ્લે ગ્રુપમાં જવા લાગી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને મેધના ગુલઝાર ડાયરેક્ટ કરી રહી છે. ત્યાં જ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ આ ફિલ્મ રીલીઝ થશે.

Read Also

Related posts

કોરોના પોઝિટીવ હોવા બાબતે અભિનેત્રી શેફાલી શાહે મૌન તોડ્યું, ઈન્સ્ટ્રાગામ પર આ જણાવ્યું

Pravin Makwana

શાહરૂખ ખાનના નજીકના મિત્ર અને બોલિવુડના આ દિગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસરનો Corona રિપોર્ટ પોઝિટીવ

Arohi

કોરોનાના યોદ્ધાઓ કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો ખ્યાલ પણ નહી હોય, આ ફોટો જોઈ આંખમાંથી નીકળી જશે આંસુ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!