GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઘરે તવા પર બનાવો રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ‘અચારી પનીર’, પરિવારજનો આંગળા ચાટતા રહી જશે

કોરોના મહામારી દરમિયાન તમે જો ઘર પર જ કંઈક ચટપટુ અને હેલ્દી બનાવી પરિવારના લોકોને ખુશ કરવા માગો છો તો અચારી પનીર ટિક્કા એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. અચારી પનીર ટિક્કા સ્વાદથી ભરપૂર સ્ટાર્ટર છે. જેમાં પનીરને અચારી મસાલા સાથે મેરિનેટ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે અચારી પનીર ટિક્કા…

જરૂરી સામગ્રી

  • અચાર મસાલો- 2 પેકેટ
  • પનીર- 250 ગ્રામ
  • આખો ધાણા- 1 ટી સ્પૂન
  • મેથીદાણા- 1-4 ટી સ્પૂન
  • કાલોનજી- 1/2 ટી સ્પૂન
  • દહીં- 1/4 કપ
  • આદુ-લસણની પેસ્ટ- 1 ટી સ્પૂન
  • નમક- સ્વાદપ્રમાણે
  • લાલ મરચુ પાવડર- 1/4 કપ
  • ગરમ મસાલો- 1/4 ટી સ્પૂન
  • સરસોંનુ પાઉડર- 1/4 ટીસ્પૂન
  • હળદર પાઉડર- 1 ચપટી
  • તેલ- ટેબલ સ્પૂન
  • ફુદીનો- થોડા પાંદડા

બનાવવાની રીત

  • અચારી પનીર ટિક્કા બનાવવા માટે સૌ પ્રથમ આખા ધાણા, મેથી દાણા અને કલોનજીને શેકી એક ખૂણામાં ઠંડુ થવા માટે અલગ રાખી દો.
  • હવે એક બાઉલમાં દહીં કાઢી તેમાં આદુ-લસણની પેસ્ટી, મીઠું, લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો, સરસોંનો પાઉડર, અચારનો મસાલો, હળદર પાઉડર સારી રીતે મિક્સ કરી લો.
  • હવે આખા ધાણાં શેકેલા મસાલાને અધ કચરો પીસી દહીના મિશ્રણમાં નાખી સારી રીતે મિક્સ કરી લો.
  • પનીરને 1 ઈંચ મોટા ટુકડામાં કાપી આ ટુકડાને દહીના મિશ્રણમાં મિક્સ કરી દો. પનીરના ટુકડાને 15 મિનિટ માટે મેરીનેટ થવા દો.
  • એક નોન સ્ટિક અને પેનમાં તેલ ગરમ કરી પનીરના ટુકડાને લાકડીની સ્ટિકમાં લગાવી પેનમાં રાખી દો.
  • પનીરના ટુકડાઓને સતત પલટતા રહો જેથી પનીરના ટુકડા ચારે તરફથી સારી શેકાઈ જાય છે. જ્યારે પનીરના ટુકડા સારી રીતે શેકાય ગયા બાદ તેમને પ્લેટમાં લગાવી ફુદીનાના પાંદડાઓથી ગાર્નિશ કરી સર્વ કરો.

READ ALSO

Related posts

શ્રાવણમાં વીરપુરના ખેડૂતોની આંખોમાં અષાઢી અશ્રુ, પ્રભુ ચરણે ધરવાના પુષ્પો ઉકરડે ફેંકવા થયા મજબૂર

pratik shah

સુરતમાં 200 કેસનો સિલસિલો યથાવત, જાણો રવિવારે કયા ઝોનમાં આવ્યાં કેટલા કેસ

Bansari

વાયરસની ઈફેક્ટ: શહેરીજનોમાં પાણીના વપરાશમાં 15%નો થયો વધારો, મહામારી સામેના યુદ્ધમાં ચોખ્ખાઇની ઢાલ તરીકે ‘જળ’નો ઉપયોગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!