GSTV

દિકરીઓને દૂધ પીતી કરવાનું પ્રકરણ વકર્યું, માફી માગવા છતાં ભરાયા નવઘણજી ઠાકોર

અખિલ ઠાકોર એકતા સમિતિ ના પ્રમુખે સમાજની દિકરીઓને દૂધપીતી કરવાને લઈને કરેલા વિવાદ પર મહિલા આયોગ સતર્ક બન્યુ છે અને ઠાકોર સમાજના આગેવાનોને બોલાઈને બેઠક કરવાનું નક્કી કર્યુ છે. તો સાથે જ વિવાદિત પોસ્ટ કરનારા નવઘણ ઠાકોરને પૂછપરછ માટે પણ મહિલા આયોગ બોલાવશે.


તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિવાદીત પોસ્ટની ટીકા કરતા ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સમાજમાં દીકરીની સંખ્યા ઘટતી જાય છે એટલે દીકરીની ચિંતા હોય પણ આ પ્રકારની વાતો કરવી યોગ્ય નથી. દીકરીને યોગ્ય સંસ્કાર અને શિક્ષણ આપવા જોઈએ.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટથી વિવાદ છેડાતા અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે માફી માંગી છે. તેમણે દોષનો ટોપલો સંગઠનના સભ્ય પર ઢોળી દેતા દાવો કર્યો કે આ પોસ્ટ અમારા સંગઠનના કોઈ સભ્યએ તેમના મોબાઈલથી પોસ્ટ કરી હતી. જે મેં ડીલીટ કરી દીધી છે. સાથે પોસ્ટ વાયરલ કરનારને ઠપકો આપ્યો છે. સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ અંગે માફી માગું છું.

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

ગુજરાતમાં આ જિલ્લાના આખા બે ગામ હોમક્વોરંટાઈનમાં, આ હતું કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!