GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ખરાબ વ્યવહારના કારણે પાકિસ્તાનના 103 સૈનિકોના ફેસબુક એકાઉન્ટ બંધ

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકે પ્રાઈવસી પોલિસીના ઉલ્લંઘનને લઈ પાકિસ્તાની સૈન્યના કર્મચારીઓના એકાઉન્ટ પર કડક પગલા ઉઠાવ્યા છે. ફેસબુકે પાકિસ્તાની સેનાના 103 કર્મચારીઓના એકાઉન્ટ બંધ કરી દીધા છે. બંધ કરવામાં આવેલા એકાઊન્ટમાં ફેસબુક સાથે ઈન્સ્ટાગ્રામનો પણ સમાવેશ થાય છે. આ એકાઉન્ટ ફેસબુક પેજ અને ગ્રુપમાં સક્રિય હતા. ફેસબુકનું આ અંગે કહેવું છે કે, તેમની આ કાર્યવાહી ફેસબુક પ્રાઈવસીના ઉલ્લંઘનને લઈને છે.

ફેસબુકે કહ્યું છે કે, જે પણ સૈન્યના કર્મચારીઓના ખાતા બંધ થયા છે તેમણે અમાનવીય વ્યવહાર અથવા તો સ્પેમ પર ફેસબુકની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. ફેસબુક સાઈબર સિક્યોરિટીના હેડ નાથાનીલ ગ્લીચરે જણાવ્યું કે, અમે પાકિસ્તાનથી ઉતપન્ન થનારા નેટવર્ક પર 103 ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધા છે. જેના પર ફેસબુકની પ્રાઈવસી પોલિસીનું ઉલ્લંઘન થતું હતું.

ફેસબુકનું આ વિશે કહેવું છે કે, અમે સોશિયલ મીડિયા પર લોકોને ગુમરાહ કરનારા અનુચિત વ્યવહારની ખબર લગાવવા અને તેમને રોકવા માટે સતત કામ કરી રહ્યા છીએ. આ ખાતાઓને તેમના પોસ્ટના આધારે નહીં પણ તેમના વ્યવહારના આધારે બંધ કર્યા છે. ફેસબુકના પ્રમાણે અમને માહિતી મળી કે આ તમામ ગતિવિધિઓ પાછળ જે લોકો સામેલ છે એ એકબીજા સાથે જોડાયેલા છે. અને ખોટી રીતે ઉપયોગ કરવા માટે ફેક એકાઉન્ટનો ઉપયોગ કરે છે. જે આધારે આ તમામ એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા છે.

ફેસબુકની દુનિયા એ વિશ્વની ચર્ચિત અને લોકપ્રિય સાઈટમાંની એક છે. જેના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ છે. વર્તમાનમાં સોશિયલ મીડિયા પર ચાલતી ફેક ન્યૂઝ એક એક પ્રકારની મોટી સમસ્યા છે. થોડા સમયથી ફેક ન્યૂઝને રોકવા માટે પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પગલાં ઉઠાવી રહી છે.

READ ALSO

Related posts

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!