GSTV
Home » News » કોંગ્રેસના કમલનાથના કથિત વીડિયો પર રાજકીય બબાલ, ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરીયાદ

કોંગ્રેસના કમલનાથના કથિત વીડિયો પર રાજકીય બબાલ, ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરીયાદ

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 28 નવેમ્બરે વોટિંગ થવાનું છે. તેના પહેલા કોંગ્રેસના મધ્યપ્રદેશ ખાતેના પ્રદેશ પ્રમુખ અને રાજ્યમાં કોંગ્રેસ તરફથી મુખ્યપ્રધાન પદના દાવેદાર કમલનાથનો વધુ એક વીડિયો બુધવારે સામે આવ્યો છે. આ વીડિયોમાં કમલનાથ કહી રહ્યા છે કે જો 90 ટકા મુસ્લિમો કોંગ્રેસને વોટ નહીં આપે. તો કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા છે. એક મીડિયા અહેવાલ મુજબ કમલનાથે સાત સપ્તાહ પહેલા મુસ્લિમ નેતાઓ સાથેની ગુપ્ત બેઠકમાં જણાવી હતી. તેમણે તે વખતે વધુ ઘણાં નિવેદનો પણ આપ્યા છે. જેમા આદિવાસી વોટ અને ગુનાહિત મામલામાં સંડોવાયેલા ઉમેદવારને ટિકિટ આપવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

મુસ્લિમ નેતાઓ સાથેની કથિત બેઠકના કથિત વીડિયોમાં કમલનાથ કહી રહ્યા છે કે અમે આદિવાસી વોટને કારણે નથી જીતતા. તેઓ તો ત્યાં બાવીસથી ચોવીસ ટકા છે. ભાજપનો પણ આદિવાસી વોટ પ્રતિશત છે. તે તો વહેંચાઈ જાય છે. બાકી સમાજ જ તેમને જીતાડે છે. તેમણે એ જોવું પડશે કે આમા શું ગણિત છે. અમે તો ઈચ્છીએ છીએ કે તમારા સમાજના વધારે ઉમેદવાર ઉભા રાખી શકીએ. સાથે જ અમારે અને તમારે એ જોવું પડશે કે ભાજપની શું રણનીતિ છે? કેવી રીતે તેઓ સમાજમાં મતદાતાઓને વિભાજીત કરવાની કોશિશ કરે છે. આજે તેમની પાસે માત્ર હિંદુત્વનું કાર્ડ બચ્યું છે. આગામી એક માસ તમે લોકોને આનાથી સાવધાન કરશો. મને જાણકારી છે કે તેમણે શું વિચારી રાખ્યું છે. કેવી રીતે વિભાજન કરવાની કોશિશ કરશે.

કમલનાથે કથિત વીડિયોમાં જણાવ્યુ છે કે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું કરી રહ્યું છે? છિંદવાડામાં લોકો આવીને તેમને જણાવે છે. આરએસએસ નાગપુર સાથે જોડાયેલું છે. ત્યાં તેમના માટે રાત્રે આવો, સવારે ચાલ્યા જાવો. ખૂબ સરળ છે. તેમનું એક જ સૂત્ર છે- જો હિંદુએ વોટ આપવાનો છે, તો હિંદુ સિંહ મોદીને વોટ આપે. જો મુસ્લિમોને વોટ આપવાનો છે. તો કોંગ્રેસને આપે. આ તેમની રણનીતિ છે. તમારે આમા સતર્ક રહેવું પડશે. અમે આમનો સામનો કરી લઈશું. પરંતુ મતદાનના દિવસ સુધી તમારે બધું સહન કરવું પડશે. તેઓ સમજે છે કે અમારી સ્થિતિ ખરાબ છે. તેવામાં તેઓ તમામ પ્રકારના હથકંડા અપનાવશે.

વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલનાથે કહ્યુ છે કે મુસ્લિમ બૂથો પર કેટલું વોટિંગ થાય છે. પચાસથી સાઠ ટકા કેમ થયું. 90 ટકા વોટિંગ કેમ થયું નહીં ? આનું પોસ્ટમોર્ટમ થવું જરૂરી છે. તમે કહો, અમે કરાવી દઈશું 90 ટકા વોટિંગ. આજે મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ નહીં પડે. તો અમને ઘણું મોટું નુકસાન થઈ શકે છે. અમારી સામે આંકડા છે. તમે જાણો છો કે તમારા વિસ્તારમાં ક્યાં મુસ્લિમ વોટ છે. મતદાનમાં ક્યાં આપણે કમજોર છીએ. એ જાણવું બેહદ જરૂરી છે.

કમલનાથે વીડિયોમાં કથિતપણે કહ્યુ છે કે કોઈપણ ઉમેદવાર હોય, જોવો કોઈ એક્સ-રે મશીન નથી. સર્વે અથવા જાણકારીના આધાર પર, આ બધું ચાલવું જોઈએ નહીં. કોઈ કહે છે કે ફલાણા પર ચાર કેસ છે. પરંતુ શું ભાજપ જોવે છે? હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જે જીતવા માટે સક્ષમ હશે. તેને અમે ટિકિટ આપીશું. બની શકે કે ક્યાંક અમારાથી ભૂલ પણ થાય. પરંતુ અમારું લક્ષ્ય આ જ છે. તેવામાં તમારે બધાએ આ જવાબદારી લેવાની છે અને રણનીતિ બનાવવાની છે.

કોંગ્રેસના નેતા હરીશ રાવતે વીડિયો નહીં જોયો હોવાનું જણાવીને પ્રતિક્રિયા આપી છે કે આનો મતલબ એ નથી કે તેઓ માત્ર મુસ્લિમના વોટ માંગી રહ્યા છે. કોંગ્રેસ તમામ વર્ગના વધુમાં વધુ વોટ મળે તેવું ઈચ્છે છે. ભાજપના નેતા પ્રભાત ઝાએ વીડિયોમાં કથિત ટીપ્પણીને વાંધાજનક ગણાવી છે. મધ્યપ્રદેશ શાંતિનો ટાપુ હોવાનું જણાવીને કમલનાથ પર તેમણે કોમવાદી તણાવ પેદા કરવાનું કામ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ભા

જપના નેતા પ્રભાત ઝાનો આરોપ છે કે કોંગ્રેસના નેતા કમલનાથ મુસ્લિમોને ઉશ્કેરવા માંગે છે. કમલનાથ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મુસ્લિમ કોંગ્રેસને બચાવી લે, નહીંતર કોંગ્રેસ બરબાદ થઈ જશે. કમલનાથના વીડિયો મામલે ચૂંટણી પંચને ભાજપના પ્રતિનિધિમંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી પંચમાં ભાજપના ડેલિગેશનમાં મુખ્તાર અબ્બાસ નક્વી, એસ. એસ. અહલુવાલિયા, અનિલ બલુની અને અન્ય નેતાઓ સામેલ હતા.

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!