આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દ સત્તામાં આવશે તો એક સપ્તાહમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવશે. તેમણે ભાજપ પર રામ મંદિરના નામે મતબેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો. ભાજપ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા ઈચ્છતી નથી.

તોગડીયાએ વધુમાં જણાવ્યુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોર્ટની સુનાવણીના આધારે નહી થાય. મંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો પડશે. ભાજપે હમેશા જનતાને વાયદા કર્યા છે. જેમાથી એક પણ વાયદાને સરકારે પુરો કર્યો નથી. ભાજપે હવે રામ અને ખેડૂતોને છોડ્યા છે. જેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને દેશની જનતા જડબાતોડ જવાબ આપવાની છે.
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો