GSTV
Home » News » ડોકટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયાનો આરોપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

ડોકટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયાનો આરોપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

ગાંધીનગરના દહેગામ ખાતે ડોકટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. પરિવારના સભ્યો લાશ લઈને દહેગામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ડોકટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવાની હૈયાધારણ આપતા પરિવારજનો મૃતદેહ સ્વિકારવાની તૈયારી દર્શાવી હતી. મૃતક યુવકે દહેગામ વાસણા રોડ પર આંબલી વાળા દવાખાના તરીકે જાણીતા ડોકટરને ત્યાં સારવાર કરાવી હતી.

જો કે ઇન્જેક્શન લીધા બાદ યુવકની તબિયત વધુ લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા તપાસમાં યુવકના લીવર અને કિડની પર સોજા આવી ગયો હોવાનું બહાર આવ્યુ હતુ. આ યુવકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

READ ALSO

Related posts

pratik shah

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!