GSTV
Gujarat Government Advertisement

11 વર્ષના સમયગાળામાં બનેલા કોન્વેશન હોલના બાંધકામમાં લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

Last Updated on December 25, 2019 by

વર્ષ 2008માં શરૂ થયેલું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વેશન હોલનું બાંધકામ 11 વર્ષે પણ પૂર્ણ થયું છે. ત્યારે આ બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ બાદ આ બાંધકામ જોવા માટે ખુદ વિધાનસભાની હિસાબ સમિતિના સભ્યોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દોડી ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલનું બાંધકામ વર્ષ 2008માં શરૂ થયું હતું જ્યારે આટલા વર્ષો થવા છતા હજુ તે પુરુ નથી થયું.

2008માં દાતા સીયુ શાહ ટ્રસ્ટે આ હોલ નિર્માણ માટે 1 કરોડ ફાળવ્યા હતા. જેમાંથી 50 લાખની ફાળવણી થઇ હતી. કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા સહિતના સભ્યોએ ભ્રષ્ટાચાર થયાની જાહેર હિસાબ સમિતિમાં ફરિયાદ કરી હતી. જે બાદ જાહેર હિસાબ સમિતિએ સ્થળ વિઝીટ કરી છે. જેનો રિપોર્ટ હવે સરકારમાં સોંપવામાં આવશે.

જેમના કાર્યકાળ દરમિયાન આ કોન્વોકેશન હોલના નિર્માણનું કાર્ય શરૂ થયું હતું એ પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે વર્ષ 2007માં દાતા સિયું શાહ દ્વારા કોન્વોકેશન હોલ માટે દાન આપવાની વાત કરવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ 2008માં કોનવોકેશન હોલનું ખાત મુર્હત કરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. 7 મહિના જેટલો સમય આ કામ ચાલ્યું હતું. જો કે બાદમાં કોન્ટ્રાક્ટર અધૂરું બાંધકામ છોડીને જતો રહ્યો હતો. એ સમયે દાતાની શરતો મુજબ ટેન્ડર પ્રક્રિયા નહિ પણ દાતાએ સૂચવેલા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું. કોન્વોકેશન હોલમાં નાણાકીય ગેરરીતિ ન થયાનું હિસાબ સમિતિના ચેરમેને જણાવતા પૂર્વ સત્તાધીશોને રાહત ચોક્કસ થઈ છે. જોકે આટલા સમય સુધી બાંધકામ કેમ પૂર્ણ નથી થયું અને એના માટે જવાબદાર કોણ એ પ્રશ્ન હજુ પણ યથાવત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ બાઈક ચલાવવાનો છે શોખ, તો જાણી લેવો ઓછા પેટ્રોલમાં માઈલેજ માટે આ 9 Tips

Damini Patel

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!