GSTV
Gujarat Government Advertisement

શાહઆલમના પથ્થરમારામાં 13 ભાંગફોડીયાના રિમાન્ડ મંજૂર, 40 રજૂ કરાયા હતા કોર્ટમાં

Last Updated on December 21, 2019 by Mayur

અમદાવાદમાં ગુરૂવારે ભાંગફોડિયા તત્વોએ પથ્થરમારો કરીને અશાંતિ ફેલાવી હતી. જેમાંથી કેટલાક શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં 40 જેટલા શખ્સોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા. જેમાં પોલીસ તરફથી આ કેસના 13 મુખ્ય આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી.

જેમાંથી કોર્ટે તમામ 13 આરોપીઓના 26 તારીખના સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં જ્યારે આરોપીઓને રજૂ કરાયા ત્યારે આરોપીની સાથે તેમના પરિજનો પણ મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં જોવા મળ્યા હતા. આ આરોપીમાં મુખ્ય આરોપી કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ પઠાણ છે.

કોર્ટમાં સરકાર તરફથી દલીલ કરાઇ હતી કે પોલીસની મનાઇ હોવા છતા કાર્યક્રમ કરાયો..જેમાં પૂર્વ આયોજીત રીતે કરાયેલા હુમલામા કુલ 21 પોલીસ કર્મચારીઓ અને 3 મીડિયાકર્મીઓને ઇજા પહોંચી હતી. તેમજ સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચ્યુ છે. જ્યારે રેલી અંગે મંજુરી માંગનાર આરોપી હજુ પણ ફરાર છે.

કયા આરોપીના રિમાન્ડ મંજુર ?

  • ૧ શહેજાદ ખાન પઠાણ
  • ૨ ઝહીર યાસીન સૈયદ
  • ૩ આરીફ અરબ
  • ૪ ફારૂક હુસેન શેખ
  • ૫ નેહાલુદિન શેખ
  • ૬ નવાબ શાહ રસુલ શાહ
  • ૭ અનવર બેગ મીરજા
  • ૮ મોહમંદ ઇરમાન મકરાણી
  • ૯ મોહમંદ રસીલ શેખ
  • ૧૦ સદામ હુસેન શેખ
  • ૧૧ જુબેર મેમણ
  • ૧૨ સરફરાઝ શેખ
  • ૧૩ નશૂર શેખ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!