GSTV
Gujarat Government Advertisement

નિર્ભયા કેસ ચકડોળે ચડ્યો, દોષિત મુકેશે ફરી સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા

Last Updated on January 25, 2020 by Mayur

નિર્ભયા કેસના દોષિત મુકેશ સિંહની ફાંસીથી બચવાના તમામ રસ્તાઓ બંધ થયા છે. ત્યારે હવે મુકેશ સિંહે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુકેશ સિંહના વકીલે રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવામાં આવેલી દયા અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમ મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યુ છે. મોતની સજા મેળવનારા દોષિત માટે આ અંતિમ રસ્તો હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ કોઈની દયા અરજી ફગાવી દે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવ્યાના 14 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની હોય છે. મુકેશ સિંહે પોતાની અરજીમા કહ્યુ છે કે, જે ઝડપથી દયા અરજી ફગાવી દેવામાં આવી તેનાથી લાગે છે કે,રાષ્ટ્રપતિએ દયા અરજીમાં લખેલી બાબતો પણ યોગ્ય રીત વિચાર નહી કર્યો હોય અને અરજી ફગાવી દીધી હશે.

દોષિતોનું નવું ગતકડું

નિર્ભયા કેસના દોષિતો ફાંસીથી બચવા માટે નવા નવા ગતકડાં રચીને અદાલતના દ્વાર ખટખટાવે છે. ત્યારે તિહાડ જેલ તંત્રએ દોષિત વિનય શર્માને ધીમુ ઝેર આપ્યુ હોવાના આરોપ લગાવ્યો છે. દોષિતોના વકીલ કહ્યું કે,તિહાડ જેલમાં દોષિતોને ધીમું ઝેર આપવામાં આવ્યુ હતુ. અને તેને હોસ્પિટલમાં પણ ભરતી કરવામાં આવ્યો હતો.

જોકે કોઈ તબીબી રિપોર્ટ આપવામાં આવતો નથી. તેવો દોષિતોના વકીલે આક્ષેપ લગાવ્યો છે. જોકે આજે કોર્ટમાં તિહાડ જેલના અધિકારીઓએ દાવો કર્યો કે દોષિતોના વકીલ તરફથી માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો આપવામાં આવી ચુક્યા છે.ઉલ્લેખનિય છે કે, નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતો સામે નવુ ડેથ વોરંટ ઈશ્યુ કરતા પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા સંભળાવી છે.

આરોપીઓના વર્તનમાં પણ પરિવર્તન

નિર્ભયાના દોષીતોની ફાંસીનો દિવસ હવે નજીક આવી રહ્યો છે. ત્યારે દિવસને દિવસે તેમનું વર્તન પણ હવે બદલાઈ રહ્યું છે. આવી પરિસ્થીતીમાં આરોપીઓ પોતાને નુકશાન ન પહોચાડે તે જેલ પ્રશાસન માટે સૌથી પડકાર છે. જેલ તંત્ર આરોપીઓને બાથરૂમમાં પણ એકલા નથી જવા દેતા. અને દિવસ રાત તેમના પર નજર રાખવામાં આવી રહી છે. 1 ફેબ્રુઆરીએ તેમને ફાંસી આપવામાં આવશે પરંતુ આરોપીઓએ જેલ પ્રશાસનને તેમની અંતિમ ઈચ્છા નથી જણવી.

જેલ પ્રશાસને દોષિતોના પરિવારને પત્ર મોકલ્યો છે. અને તેમને કહ્યું છે કે તેઓ છેલ્લી વાર તેમને મળવા માગે છે. જેથી તેઓ જેલનો સંપર્ક કરે. ફાંસીની તારીખ નકકી થયા બાદ આરોપી મુકેશ સિંહે પોતાને જેલમાં બંધ કરી દીધો છે. અને વિનય શર્મા આક્રમક થઈ ગયો છે.

આરોપી વિનય એકજ રટણ રટી રહ્યો છે કે તેને જેલ નંબર 4માં બંધ તેના મિત્રને મળવું છે. જોકે આરોપી પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરનું વર્તન હજું પણ પહેલા જેવું જ છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે વિનય અને મુકેશના ઘરના સભ્યો તેમને મળવા આવ્યા હતા. અને અડધો કલાક સુધી તેમણે તેમની સાથે વાતચીત કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!