GSTV

ન્યાય: કોર્ટનો ચુકાદો સાંભળતા જ પોક મુકીને રડવા લાગ્યો આરોપી, સજા સાંભળીને ત્રણ-ત્રણ વખત તો બિમાર પડ્યો

સુપ્રીમે

Last Updated on July 29, 2021 by Pravin Makwana

નવ વર્ષના બાળકને હવસનો શિકાર બનાવવાની ઘટનાને સત્ય માનતા બુધવારે બિહારના ગોપાલગંજ જિલ્લામાં જજ બાલેન્દ્ર શુક્લાની પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપીને 20 વર્ષની સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. સાથે જ 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનો આ ચુકાદો ફક્ત દોઢ વર્ષની અંદર જ આવી ગયો હતો.

આરોપી સજા સાંભળતા જ કોર્ટની અંદર પોક મુકીને રડવા લાગ્યો હતો. આ અગાઉ સજાના ડરે તે ત્રણ ત્રણ વાર બિમાર થઈ ચુક્યો છે. કોર્ટના આ ચુકાદાથી પીડિત પક્ષને ન્યાય મળ્યો છે. કાયદાના નિષ્ણાંતોનું કહેવુ છે કે, કોર્ટના આ ચુકાદોથી ખોટુ કરનારાને સારામાં સારો સબક મળશે.

લગ્ન પ્રસંગમાં બનાવ્યો હતો શિકાર

બિહારના જિલ્લા માંઝા પોલીસ સ્ટેશન હદમાં આવતા એક ગામમાં નવ ફેબ્રુઆરી 2020ના રોજ પીડિતાના ઘરની બાજૂમાં દિકરીના લગ્ન હતા. જાન આવી હતી. આખુ ઘર લગ્નના કામમાં વ્યસ્ત હતું. આ દરમિયાન રાતે નવ વાગ્યે દરવાજો ખોલીને બાળકને તે જ ગામના દીપૂ મહતો (22) શેરડીના ખેતરમાં લઈ જઈને હવસનો શિકાર બનાવ્યો હતો. બાળક જ્યારે બેભાન થઈ ગયો, તો તેને છોડી મુકીને આરોપી નાસી ગયો હતો.

રાતના બે વાગ્યો ઘરવાળા લોકોને બાળકના કણસવાનો અવાજ આપતા ખેતર પહોંચ્યા, બાદમાં તેને હોસ્પિટલમાં લઈ ગયા. આ ઘટનાના બે દિવસ બાદ પોલીસ સ્ટેશનમાં 40/20 નોંધાવી. પોલીસે આ સમયે આરોપી દીપૂ મહતોની ધરપકડ કરી લીધી.

આઠ લોકોની સાક્ષી બાદ આપ્યો ચુકાદો

પોલીસ સ્ટેશનની ઘટનાને ગંભીરતાથી લેતા આરોપી વિરુદ્ધ પોક્સો સ્પેશયલ કોર્ટે ચાર્જશિટ દાખલ કરી. પોલીસ સ્ટેશન તરફથી આઠ સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટને પુરતા પુરાવા મળી રહ્યા. બચાવ પક્ષના વકીલે પોતાની દલીલો રજૂ કરી. કોર્ટે જૂનમાં સુનાવણી પુરી કરીને આરોપીને દોષિ ઠેરવ્યો હતો. તો આરોપી બેભાન થઈને ઢળી પડ્યો. બિમાર હાલતના કારણે તારીખ લંબાવી. ત્યારે હવે બુધવારે ફરી એક વાર સુનાવણી કરી કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો.

READ ALSO

Related posts

Bank Holidays/ જલ્દી પતાવી લો બેન્ક સાથે જોડાયેલ કામ, ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક

Damini Patel

સંવિધાન દિવસ પર PM મોદીનું ભાષણ/ જે પક્ષો પોતે જ લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે, તે લોકતંત્રનું રક્ષણ કેવી રીતે કરી શકે છે

Pravin Makwana

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!