GSTV
Home » News » નબીરા આકાશની ‘અશ્લીલ’ કરતૂત : ઝાડની વચ્ચેથી દેખતો હતો સ્નાન કરતી મહિલાઓ

નબીરા આકાશની ‘અશ્લીલ’ કરતૂત : ઝાડની વચ્ચેથી દેખતો હતો સ્નાન કરતી મહિલાઓ

વડોદરાના સ્વિમિંગ પુલની મહિલાઓનો વીડિયો ઉતારનારા સંસ્કારી નગરીના કલંક સમાન નબીરા આકાશ પટેલની આખરે પોલીસે ધરપકડ કરી છે. અને તેનો મોબાઈલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ગોત્રી રોડ પર આવેલી પ્રિન્સ વિલા સોસાયટીની મહીલાઓ ક્લબ હાઉસના સ્વીમિંગ પુલમાં સ્વીમિંગ કરતી હતી. તે વેળાએ સ્વિમિંગ પુલની પશ્ચિમ તરફ આવેલી અર્થ સોમનાથ સોસાયટીમાં રહેતા આકાશ પટેલે હલકી કક્ષાની હરકત કરી હતી.

આકાશ પટેલે પોતાના ઘરની ગેલેરીમાંથી મોબાઇલથી મહિલાઓના સ્વીમિંગ કોસ્ચ્યુમ વાળા વિડિયો ઉતાર્યા અને ફોટા પાડ્યા. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં વિરોધ કર્યો હતો. પરંતુ આકાશ પટેલે અશ્લિલ ચેનચાળા કર્યા અને બિભત્સ ગાળો બોલી હોવાનો વિડિયો વાઇરલ કરવાની મહીલાઓને ધમકી આપી. જોકે મહિલાઓએ પોલિસ સ્ટેશનમાં આકાશ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી.અને પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

વૃક્ષોમાંથી દેખાતી મહિલાઓ

વિલા ક્લબની આસપાસ રહેતા સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો છે કે, નબીરા આકાશ પટેલના બંગલા અને વિલાની વચ્ચે 15થી 20 ઝાડ હતાં. વૃક્ષોના કારણે સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓ દેખાતી ન હતી. જેના કારણે લાંબા સમયથી આકાશ આ વૃક્ષોને દૂર કરવાની વેતરણમાં હતો. વૃક્ષોના કારણે તેના બંગલાના કમ્પાઉન્ડમાં કચરો પડે છે, ગંદકી થાય છે તેવા બહાના કાઢી આકાશે આ વૃક્ષો કપાવી નાખ્યા હતા. વૃક્ષો દૂર થતાં જ ગેલરીમાંથી આકાશને સ્વિમિંગ પુલ તરફ જોવા માટે ખુલ્લુ મેદાન મળી ગયું હતું. આકાશની આ હરકતને લઈને અગાઉ વિવાદ થતાં આકાશે બોલાચાલી પણ કરી હતી. જેના કારણે અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારતાં આકાશનો ફોટો પણ મહિલાઓએ પુરાવા રૂપે રજૂ કર્યો હતો.

આકરા પગલાં ભરવાની માગ

વડોદરાના ગોત્રીમાં સ્વીમિગ પુલ ખાતે આવતી મહિલાઓનો વીડિયો ઉતારનારા શખ્સ આકાશ પટેલ સામે આકરા પગલા ભરાય તેવી માંગ ઉઠી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને મહિલા આયોગ પણ સફાળુ જાગ્યુ છે. અને પોલીસ કમિશનર પાસે જવાબ માંગ્યો છે..આકાશ પટેલ નામના યુવાકને બંગલા પરથી સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપતા ગોત્રી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.બીજીતરફ, સમગ્ર ઘટનાની મહિલા આયોગે સુઓમોટો લઈને પોલીસ કમિશનરને 24 કલાકમાં રિપોર્ટ આપવા કહ્યું છે.

read also

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!