GSTV

ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ

Last Updated on January 26, 2021 by Ankita Trada

ઇસ્કોન સંપ્રદાય પર ફરી એક વખત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણ કરવાનો આરોપ લાગી રહ્યો છે. મૂળ કચ્છમાં દર્શન પટેલ નામના યુવાનના પરિવારજનોએ દાવો કર્યો છે કે, તેમનો પુત્ર દર્શન પટેલ મંદિરના સાધુઓ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેને ગેરમાર્ગે દોરીને તેનું વશીકરણ કરવામાં આવ્યુ છે.

ઈસ્કોન સંપ્રદાય પર ગંભીર આક્ષેપ

યુવાનોને ગેરમાર્ગે દોરીને વશીકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, દર્શન પટેલ અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે ચાર વર્ષ પહેલા આવ્યો હતો. જે દરમિયાન ઈસ્કોન મંદિરના એક સાધુઓના સંપર્કમાં આવ્યા બાદ તે મંદિરે જવા લાગ્યો અને ત્યાં જ રહેવા લાગ્યો. દર્શનના માતા પિતા તેને ઘરે લઈ પણ ગયા, પરંતુ તે છેલ્લા 5 દિવસથી ગાયબ હોવાની ફરીયાદ નખત્રાણા પોલીસમાં નોંધાવી છે. પોલીસ તપાસ પણ કરી રહી છે. આ દરમિયાન પરિવારજનો ઇસ્કોન મંદિર બહાર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે, દર્શનને મંદિરના એક સાધુ તરફથી પૈસા મોકલવામાં આવ્યા હતા.

મંદિરમાં રહેવાની પરવાનગી આપવામાં આવે

જોકે, આ મામલે મંદિર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, તેમના મંદિરને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મંદિર તંત્રનું કહેવું છે કે, દર્શન નામનો યુવાન મંદિરમાં આવ્યો હતો પણ તેના માતાપિતા પરત લઈ પણ ગયા હતા. જો માતાપિતાની પરવાનગી હોય તો જ મંદિરમાં રહેવાની પરવાનગી આપવામાં આવે છે. આ દરમિયાન અન્ય એક પરિવાર પણ પોતાના દીકરાને પરત મેળવવાની આશા સાથે આવી પહોંચ્યો હતો. અર્પિત મોઢ નામનો યુવાન પણ ચાર મહિનાથી મંદિરના કબ્જે હોવાનો દાવો તેમના પરિવારજનો કર્યો છે. અર્પિત મોઢ મૂળ સિદ્ધપુરનો રહેવાસી છે.

પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે

અર્પિત મોઢ અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો, પણ મંદિરના સંપર્કમાં આવ્યા બાદ કરવામાં તેમના દીકરાનું વશીકરણ કરવામાં આવ્યું. તેવો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. ઇસ્કોન સંપ્રદાય માત્ર સારું ભણેલા અને પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને ટાર્ગેટ કરતા હોવાનો અર્પિત મોઢ પરિવારજનો કહી રહ્યા છે.

READ ALSO

Related posts

દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ

Pritesh Mehta

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!