GSTV
Home » News » WHOના રીપોર્ટ અનુસાર ખોટું બોલી રજા લેતાં લોકો, હોય છે આ માનસિક બીમારીનાં ભોગ……

WHOના રીપોર્ટ અનુસાર ખોટું બોલી રજા લેતાં લોકો, હોય છે આ માનસિક બીમારીનાં ભોગ……

વિશ્વની આરોગ્ય સંસ્થા WHOના રીપોર્ટ અનુસાર કામના ભારણના કારણે લોકોને આ બીમારી થઈ જાય છે. ત્યારે આ બીમારીને બર્નઆઉટ નામ આપવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંતો અનુસાર કામના વધારે પડતા બોજના કારણે આ બીમારી થાય છે. આ બીમારી થયા બાદ લોકો કોઈપણ બહાના કરી કામથી બચવાનો પ્રયત્ન કરે છે. તેમની કાર્યકુશળતામાં પણ ઘટાડો થાય છે. સંસ્થાએ આ બીમારીનો સમાવેશ પોતાની ઈંટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીસની યાદીમાં કર્યો છેકે આ એક પ્રકારની માનસિક બીમારી છે.

જેમાં રીપોર્ટ અનુસાર ભારતમાં રજા લેનાર કર્મચારીની સંખ્યા ઓછી છે. રજા લેવાની બાબતે સરકારી કરતાં પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ આગળ હોય છે. તેનું કારણ છે કે કંપની કર્મચારી પાસેથી એક સપ્તાહમાં 50 કલાકથી વધારે કામ લેતી હોય છે. ભારતમાં કામ કરનાર અંદાજે 42 ટકા ભારતીય કર્મચારી ડીપ્રેશન અને એનઝાઈટીથી પીડિત હોય છે. કારણ કે લોકો ઓફિસથી ઘરે આવ્યા બાદ પોતાના પરીવાર સાથે ન તો વાત કરી શકે છે ન તો તેની સાથે સમય પસાર કરે છે. આ સ્થિતીના કારણે તેઓ પોતાના મિત્રોથી પણ દૂર થઈ જાય છે.

બર્નઆઉટ સિંડ્રોમના લક્ષણો — માનસિક થાક અને એનર્જીની ખામી ,ઓફિસમાં ઉત્સાહ સાથે કામ ન કરી શકવું., કામથી કંટાળી જવું, કામ કરતી વખતે નકારાત્મક ભાવના થવી, કાર્યકુશળતામાં ઘટાડો થવો.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!