GSTV
Home » News » હવામાન વિભાગની માહિતી મુજબ પોરબંદરમાં બપોરે 3 વાગ્યે ફૂંકાયો 83 કિલોમીટરની ઝડપે પવન

હવામાન વિભાગની માહિતી મુજબ પોરબંદરમાં બપોરે 3 વાગ્યે ફૂંકાયો 83 કિલોમીટરની ઝડપે પવન

વાયુ વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બપોરે દોઢ વાગ્યે પોરબંદરમાં સૌથી ઝડપી પવન નોંધાયો. આ સમયગાળમાં પોરબંદરમાં પ્રતિ કલાક 83 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે આગામી 4 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિમાં તીવ્ર વધારો જોવા મળશે. કેટલાક સ્થળોએ પવનની ગતિ વધીને કલાકદીઠ 120થી 130 કિલોમીટર સુધી પહોંચી જશે.

જ્યારેકે આંચકા સાથે આ ઝડપ 145 કિલોમીટર કલાકદીઠ સુધી રહી શકે છે. ખાસ કરીને દિવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ગતિ  વધુ રહેશે.

આગામી 24 કલાકમાં વાયુ વાવાઝોડું ઉત્તર –પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધશે. જો કે સંભાવના છે કે આગળ જઇને વાવાઝોડું નબળું પડી શકે છે. પરંતુ આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ખતરો યથાવત છે.

READ ALSO

Related posts

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel

ઓ હો આશ્ચર્યમ આ શખ્સનાં નાક માંથી નિકળી આવ્યું એવું કે, ડોક્ટરો પણ રહી ગયા દંગ!

pratik shah

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!