GSTV
Home » News » ‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

૨૧મી સદીના વિજ્ઞાાનયુગમાં અંધશ્રધ્ધામાં આખો પરિવાર બરબાદ થઇ ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાડજ વિસ્તારમાં રહેતી યુવતીને ઘરમાં અનેક આત્માઓ હોવાનું કહી ડરાવ્યા બાદ તાંત્રિક મકાન વેચાવી લાખો રૃપિયા પડાવીને ફરાર થઇ ગયો છે, જો કે પિતા ગુજરી ગયા બાદ માતા પણ મરી જશે કહી ડરાવીને બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયામાં ગોપાનગર ખાતે રહેતા દોલતરામ રૃપરામ સુથાર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી સુભાષબ્રિજ ખાતે એક મહિલાની સાર સંભાળ રાખવા જતી હતી તેમના પરિવારના સભ્ય દ્વારા ઉપરોક્ત શખ્સનો પરિચય થયો હતો અને આરોપીએ પોતે મોટો તાંત્રિક હોવાની વાત કરી હતી ત્યારબાદ તે યુવતીના ધરે આવતો જતો હતો.

દરમિયાન આ તાંત્રિકે તમારા મકાનમાં અનેક આત્માઓ રહે છે અને તમે વિધિ નહી કરાવો તો તમારો સત્યાનાશ થઇ જશે તેમ કહ્યું હતું. જો કે તે સમયે યુવતીના પિતા આકસ્મિક રીતે ચાલુ નોકરીએ ગુજરી ગયા બાદ માતાની તબિયત સારી રહેતી ન હોવાથી તમારા ઘરમાં વિધી કરાવો નહીતર માતા પણ ગુજરી જશે તેમ કહેતા પરિવારના સભ્યો ડરી ગયા હતા. ત્યારબાદ ઘરમાં લીંબુ સહિતની સામગ્રી મંગાવીને તાંત્રિક વિધીનું નાટક કર્યું હતું.

ત્યારબાદ રિવરફ્રન્ટ પર એકાંતમાં વિધી કરવાનું કહીને અવાર નવાર વિધી કરતો હતો. એટલુ જ નહી વિશ્વાસ કેળવ્યા બાદ પિતાના મરણ પછી સરકારી ખાતામાં જમા થયેલા રૃા. સાત લાખ પર દાનત બગાડીને એનકેન પ્રકારે રૃપિયા પડાવ્યા હતા તેમજ મકાનમાં મેલી વિધ્યા અને ચંડાળ ચોકડી હોવાનું કહીને મકાન પણ વેચાવી દીધું હતું અને ખોટા ખોટા બહાના બતાવીને મકાનના આવેલા રૃપિયા મળી કુલ ૧૭ લાખ પડાવી લીધા હતા અને લગ્ન કરવાનો વિશ્વાસ આપીને યુવતી તેમજ તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાઆવ્યો છે. યુવતીએ વિરોધ કરતાં જો કોઇને વાત કરીશ તો વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો પોલીસમાં ફરિયાદ કરતાં તે ઘર છોડીને ફરાર થઇ ગયો છે. આ ઘટના અંગે વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ટ્રમ્પના રોડ-શો રૂટનું BSFના જવાનોએ ઊંટ દ્વારા કર્યું રિહર્સલ, પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી સુરક્ષાની તૈયારીઓ

Arohi

ચંચૂપાતિયું ચીન : અન્ય દેશો માટે મોકળું મન પણ ભારતે મોકલેલા પ્લેનને નથી આપી રહ્યું ક્લિયરન્સ

Mayur

મોદી સરકાર વેપારીઓ પર વરસી : માત્ર આ ટેક્સ પર જ લેવાશે લેટ પેમેન્ટ ચાર્જ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!