બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેના પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. એટલું જ નહીં, સેના યુદ્ધને પાકિસ્તાનની જમીન પર લડવા માટે તૈયાર હતી. સમાચાર એજન્સી પીટીઆઈના સુત્રોના હવાલેથી આ વાત સામે આવી છે. સેના સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સૂત્રનું કહેવું છે કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ રીતે સરકારને જણાવી દીધું હતું કે તેમની સેના પાકિસ્તાનના કોઈપણ જમીની હુમલાને પહોંચી વળવા અને યુદ્ધને દુશ્મનની જમીન પર લઈ જવા માટે પૂરી રીતે તૈયાર છે.

સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે ભારતીય સેના પાકિસ્તાનની સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી. જેમાં પાકિસ્તાનની સરહદની અંદર જવાનું પણ શામિલ હતું. પુલવામા આતંકી હુમલા બાદ સરકાર જ્યારે હવાઈ હુમલો કરવાના વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી હતી ત્યારે સેના પ્રમુખે સરકારને પોતાની બળની તૈયારીઓ અંગે જણાવ્યું હતું.

જનરલ બિપીન રાવતની ટિપ્પણી મામલે સેનાનાં એક અધિકારીએ જણાંવ્યું કે, સૈન્ય પ્રમુખનું કહેવું હતું કે સૈન્ય યુદ્ધ કરવા માટે પાકિસ્તાની સરહદમાં જવા માટે તૈયાર હતી. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારતીય સૈન્યએ 11 હજાર કરોડ રૂપિયાનાં ઓર્ડનન્સ ખરીદી કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તેમાંથી 95 ટકા મળી ગયા છે.

પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીનાં રોજ પાકિસ્તાનની સીમામાં ઘુસીને બાલાકોટ નજીક જૈશ-એ-મોહમદનાં સૌથી મોટા આંતકી તાલીમ કેમ્પને બોમ્બ વર્ષા કરીને ઉડાવી દીધું હતું. પાકિસ્તાને તેનાં વળતા જવાબમાં ભારતીય સૈન્ય ચોકીઓને નિશાને લેવાનાં પ્રયત્નો કર્યા હતાં. જો કે ઇન્ડિયન એરફોર્સે તેનાં તમામ પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા હતાં.
READ ALSO
- જે હાઈવે પર હૈવાનિયત આચરી હતી ત્યાંજ ગુનેગારોને મળી મોતની સજા, જુઓ તસવીરો
- સિંઘમ : હૈદરાબાદના આ પોલીસ કમિશ્નરને એન્કાઊન્ટર-મેન તરીકે ઓળખવામાં આવે છે, જાણો કોણ છે ?
- શિયાળાની બીમારીમાં રામબાણ ઈલાજ છે આ ખાસ પ્રકારના લાડુ, રોજ કરો સેવન થશે અનેક લાભ
- રોડ અકસ્માતમાં સૌથી વધારે ટુ વ્હિલર ચાલકો મૃત્યુ ૫ામે છે છતાં ‘હેલમેટ મરજિયાત’થી લોકો ખુશ છે
- બિન સચિવાલય ભરતી : ઉમેદવારોના નેતા ‘સિંહ’ આઉટ: કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી