GSTV
Home » News » જો આવા દુર્ગુણો હોય તો સુધારી લેજો નહી તો આજીવન રહેશો દરિદ્ર

જો આવા દુર્ગુણો હોય તો સુધારી લેજો નહી તો આજીવન રહેશો દરિદ્ર

શાસ્ત્રોમાં માણસના ગુણ અને અવગુણો વિશે કહેવામાં આવ્યું છે. જે મુજબ એવા કેટલાક અવગુણ છે જે માણસને ધનવાન નથી બનવા દેતા. કેટલાક અવગુણ તો એવાં હોય છે જે માણસને ગરીબી સુધી લઇ જાય છે. રામચરિત માનસમાં પણ એવાં લોકોનો ઉલ્લેખ છે જે પોતાના દુર્ગુણોને લીધે શ્રીમંત નથી બની શકતા અને આજીવન દુખ ભોગવ્યા કરે છે. આજે આપણે આવા દુર્ગુણો વિશે જ વાત કરીશું….

પુરુષની સૌથી મોટી ખામી હોય છે પરસ્ત્રીનું ધ્યાન રાખવું, શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ પત્ની સિવાયની સ્ત્રી પર નજર રાખે છે તે ગમે તેટલા પ્રયાસ કરી લે ધનવાન ના થઈ શકે. જો કોઈક રીતે ધન મેળવી લે તો પણ એ લાંબો સમય ટકતું નથી. જો તે યોગ્ય સમયે પોતાની ટેવ સુધારી ના લે તો એના ધન, વૈભવ, પદ અને પ્રતિષ્ઠા વગેરે જતાં રહે છે. આવા લોકોનું ધન વ્યાભિચારમાં વપરાઈ જાય છે. 

આ રીતે જ નશો કરનારા અને અભિમાની લોકો પાસે પણ ધન ટકતું નથી. જે લાલચુ માણસ ધન પોતાની પાસે સંગ્રહિત કરી રાખવામાં માને છે તેનાથી ધન એટલું જ દૂર ભાગે છે. 

( આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જેને માત્ર લોકરૂચિને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Read Also

Related posts

પૌષ્ટિક તત્વોથી ભરપુર મગફળીનાં છે અનોખા ફાયદાઓ, આ બિમારીઓથી રાખે છે દૂર

Mansi Patel

ભાગ્ય દર્પણમાં જાણો નાગપંચમીના દિવસે કેવો રહેશે તમારો દિવસ?

Dharika Jansari

ડિફરન્ટ ટેસ્ટ માટે ફટાફટ આજે જ બનાવીએ ફરાળી ચાટ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!