GSTV
Home » News » શરીરના આ સ્થાનોમાં બનેલા તલને અશુભ માનવામાં આવે છે.

શરીરના આ સ્થાનોમાં બનેલા તલને અશુભ માનવામાં આવે છે.

સમુદ્રશાસ્ત્રમાં હાથની રેખાઓ, આકૃતિઓ અને ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકાય છે. એ ઉપરાંત સમુદ્રશાસ્ત્રમાં શરીર પર અલગ-અલગ જગ્યાએ થયેલા તલનું મહત્ત્વ પણ જણાવે છે. શરીર પર થયેલા કેટલાક તલના નિશાન શુભ અને અશુભ હોય છે.

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની ડાબી ભ્રમર પર તલનું નિશાન હોય તેને અશુભ માનવામાં આવે છે. અને તે વ્યક્તિને દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગળા અને ખભા પર તલનું નિશાન સારું ફળ નથી આપતું. જ્યારે ગળાની પાછળ તલ હોવાનું શુભ માનવામાં આવે છે. અને ગળા પરનો તલ વ્યક્તિને દીર્ઘાયુ અને સારા અવાજનો માલિક બનાવી શકે છે.

નાકની ડાબી બાજુ તલ હોવાનું અશુભ માનવામાં આવે છે. એવા વ્યક્તિને દરેક કામમાં સફળતા મેળવવા માટે બહુ મહેનત કરવી પડે છે. કાન પાસે તલ હોવાનું પારિવારિક દષ્ટિએ શુભ માનવામાં નથી આવતું. તેવા વ્યક્તિની પારિવારિક અને દાંપત્યની જવાબદારીમાંથી રસ ઓછો થતો જાય છે.

જેમના બંને ખભા પર તલ હોય તે વ્યક્તિને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. તેમને કોઈ પણ સફળતા સરળતાથી નથી મળતી. કાંડા પરનો તલ તમને જેલમાં પણ મોકલી શકે છે. તેને સમુદ્રશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે.

પગની આંગળીઓ પર તલ હોય તેને પણ અશુભ માનવામાં આવે છે. આ વ્યક્તિ જીવનમાં વિવેકનો ઉપયોગ ઓછો કરે છે. તે બીજાની બુદ્ધિથી કામ કરે છે.

Read Also

Related posts

ખૂબ જ સસ્તો અને ઝડપથી મળી રહેતો ખોરાક કરશે કુપોષણને દૂર, અપનાવો આ રીત

Dharika Jansari

ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો

Bansari

જો વજન ઘટાડવું છે તો જીમની સાથે સાથે આ 5 ફળોનું કરો સેવન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!