GSTV

ટ્રમ્પની ભારત યાત્રા આ માટે છે ખાસ, તમારા દરેક સવાલનો અહીં મળી જશે જવાબ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ભારત યાત્રાને લઈને ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભારતમાં પણ તેના શાનદાર સ્વાગત માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. જો કે સવાલ એવો થાય કે ભારતની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ સ્થિતિમાં છે ત્યારે ટ્રમ્પની આ મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વાતને નિષ્ણાંતો શું માની રહ્યાં છે જોઈએ આ અહેવાલમાં.

ટ્રમ્પની ભારત યાત્રાનો હેતુ

  • અનેક નિષ્ણાંતોના મતે ટ્રમ્પ એવા દેશની મુલાકાતે છે જ્યાં તેમને ન ગમતા સવાલોથી રૂબરૂ નથી થવાનું
  • કેટલાંક સ્થાનિક મુદ્દાઓને પાર પાડવાનો પણ હેતુ
  • અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતીય મતદાતાઓને આકર્ષિત કરવાનો હેતુ
  • અમેરિકામાં સફળ ભારતીય સમુદાયનો ઝુકાવ મોટા ભાગે ડેમોક્રેટિક પાર્ટી તરફ હોય છે
  • વર્ષ ૨૦૧૬ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૬ ટકા મતદાતાઓ ટ્રમ્પને વોટ કર્યો હતો
  • એક આંકડા મુજબ અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ ૪૩ લાખ

ટ્રમ્પની ભારત યાત્રાએ ભારે કૌતુક ઊભું કર્યુ છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાએ ભારે કૌતુક ઊભું કર્યુ છે. ત્યારે આ મુલાકાતને લઈને જાણકારો દ્વારા અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યાં છે. થિંક ટેન્ક બ્રુકિંગ્સના ઈન્ડિયા પ્રોજેક્ટસના ડાયરેકટરના મતે ટ્રમ્પની આ યાત્રા રાજનીતિક રીતે મોદી માટે ઘણી ફાયદાકારક રહેશે. જ્યારે અમેરિકાના કેટલાંક જાણકારોનું કહેવું છે કે આ મુલાકાતથી એક વાત સ્પષ્ટ છે કે ટ્રમ્પ પ્રશાસનની કૂટનીતિમાં ભારતની પોતાની જગ્યા છે. તેઓના મતે જો ટ્રમ્પની આ યાત્રા ન થઈ હોત તો બંને દેશ વચ્ચે પહેલાં જેવી ઉષ્મા નથી રહી. જો કે એક મોટો સવાલ તેવો ઊભો થઈ રહ્યો છે કે યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ એવા સમયે ભારત કેમ આવી રહ્યાં છે જ્યારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મોર્ચે મુદ્દાઓની કોઈ અછત નથી.

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 43 લાખ

અનેક લોકોનું માનવું છે કે ટ્રમ્પ એવા દેશની મુલાકાતે આવી રહ્યાં છે જ્યાં તેઓને ન ગમતા સવાલો સામે રૂબરૂ નથી થવાનું. ચર્ચા એવી પણ છે કે ટ્રમ્પની મુલાકાત પાછળ કેટલાંક સ્થાનિક મુદ્દાઓ છે. જેમાં કંઈક અંશે આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતીય મતદાતાઓને આકર્ષિત કરવાનો પણ છે. અમેરિકામાં સફળ ભારતીય સમુદાયના લાકોનો ઝુકાવ મુખ્યત્વે રીતે ડેમોક્રેટિક પાર્ટી તરફ હોય છે. નેશનલ એશિયન અમેરિકન સર્વેના રિપોર્ટ મુજબ વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકી વોટર્સમાંથી માત્ર 16 ટકા લોકોએ ટ્રમ્પને મત આપ્યો હતો. એક આંકડા મુજબ અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 43 લાખ છે.

ટ્રમ્પની ભારત યાત્રાને લઈને કેટલો પ્રભાવ પડશે

તો એક વિચાર એવો પણ છે કે ગત વર્ષે હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમથી એક તબક્કે લોકોનું વલણ બદલાવા માટે નિમિત બન્યું હશે. નિષ્ણાંતોના મતે ટ્રમ્પના ચૂંટણી કેમ્પેઈનમાં ભારત યાત્રા દરમિયાનના ફુટેજનો ઉપયોગ કરવામાં આવી શકે છે અને એવો પ્રચાર થઈ શકે છે કે વિશ્વભરમાં ટ્રમ્પ કેટલાં લોકપ્રિય નેતા છે અને તેમનું સ્વાગત કેટલું ઉષ્માભર્યુ કરવામાં આવે છે. ભારતીય મૂળના અમેરિકી મતદાતાઓ પર ટ્રમ્પની ભારત યાત્રાને લઈને કેટલો પ્રભાવ પડશે તે સવાલના જવાબમાં નિષ્ણાંતો માની રહ્યાં છે કે ટ્રમ્પની ભારત યાત્રાથી ટ્રમ્પને આંશિક ફાયદો જ થઈ શકે છે અને 16 ટકાનો આંકડો 20-25 ટકા સુધી જ પહોંચી શકે છે.

READ ALSO

Related posts

એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા

pratik shah

અમદાવાદ બાદ આ શહેરમાં તો એક જ વિસ્તારમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા, નવુ હોટસ્પોટ જાહેર

Mansi Patel

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!