ચાણક્યને ખૂબ વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્ય શિક્ષક હોવા ઉપરાંત અર્થશાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા અનેક મહત્વપૂર્ણ વિષયોના પણ જાણકાર હતા. આ સાથે જ ચાણક્યએ તે બધી બાબતોનો ગંભીરતાથી અભ્યાસ પણ કર્યો હતો જે માનવીની સફળતા અને નિષ્ફળતાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ચાણક્ય મુજબ દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે. માણસ સફળ થવા માટે સખત મહેનત કરે છે. પરંતુ કેટલીકવાર પ્રતિભા અને મહેનત પછી પણ સફળતા મળતી નથી. ચાણક્યએ આ વિશે કેટલીક વાતો જણાવી છે, દરેક વ્યક્તિએ આ બાબતો જાણવી જોઈએ.

ચાણક્ય મુજબ આ 4 ગુણોનો વિકાસ કરો
વ્યક્તિ શક્તિશાળી, સાહસિક, વિદ્વાન અને મધુર વાણી બોલનારો હોવો જોઈએ. આ ચાર ગુણોથી, સંપૂર્ણ વ્યક્તિ માટે કંઈ પણ અશક્ય નથી. આ ચાર ગુણો એવા લોકોમાં જોવા મળે છે જે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે.
को हि भार: समर्थनां कि दूरं व्यवसायिनाम्
को विदेश: सविद्यानां क: पर: प्रियवादिनाम्.

ચાણક્ય નીતિના આ શ્લોકનો ભાવ એ છે કે શક્તિશાળી વ્યક્તિ માટે કોઈ કાર્ય મુશ્કેલ નથી. ઉદ્યોગપતિ માટે કોઈ સ્થાન દૂર નથી. એ જ રીતે, વિદ્વાન માટે કોઈ સ્થાન દૂર નથી. વિદેશ પણ વિદ્વાન માટે નજીક છે. કારણ કે દરેક દેશ આવા લોકોને માન આપવા માંગે છે. ચોથો ગુણ છે, મધુર વાણી બોલનાર માટે કોઈ પારકુ નથી, તે દરેકને પોતાનાં બનાવી લે છે.
ચાણક્યના આ શ્લોકમાં સફળતાનો મંત્ર છુપાયેલો છે. જે વ્યક્તિ પોતાની અંદર આ ગુણોનો વિકાસ કરે છે તેના માટે સફળતા મેળવવી સરળ બની જાય છે. આ ગુણોવાળી વ્યક્તિ દરેક કાર્ય કરી શકે છે. મોટા લક્ષ્યોને પણ સરળતાથી હાંસેલ કરી શકે છે. તેથી, જો તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો, તો આ ગુણોનો વિકાસ કરો.
Read Also
- શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યુ ન્યૂઝીલેન્ડ: સમુદ્રમાં 10 કિમી નીચેથી મળી આવ્યુ કેન્દ્ર, સુનામીની ગંભીર ચેતવણી
- આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર