GSTV

જ્યોતિષ શાસ્ત્ર / સોનાના આભૂષણો પહેરવાથી થઇ શકે છે નુકશાન, પહેલા કુંડળીમાં જોઇ લો ગુરુની સ્થિતિ

Last Updated on June 12, 2021 by Zainul Ansari

ધર્મ ગ્રંથ, વેદ-પુરાણમાં જે પ્રકારી સારા જીવન જીવવા અને ખરાબ વસ્તુથી દૂર રહેવાની ઘણી વાતો કહેવામાં આવી છે. તેવી જ રીતે જ્યોતિષમાં કુંડળી મુજબ કેટલાક કામ કરવા અને ના કરવાની વાત કરવામાં આવે છે. તેમાં કોઈ ખાસ પ્રકારની વસ્તુઓના ઉપયોગ કરવા અથવા ના કરવાને લઇને પણ સલાહ આપવામાં આવી છે. તેમાંથી એક છે ગોલ્ડ જ્વેલરી. જોકે મહિલાઓની સાથે-સાથે પુરુષો પણ સોનાના આભૂષણો પહેરતા હોય છે, પરંતુ બધા લોકોને સોનું ફળતું નથી. આજે કુંડળીની સ્થિતિ મુજબ જાણીએ કે કયા લોકોને સોનું પહેરવાથી ફાયદો અને કોને નુકશાન થાય છે.

સોનાના આભૂષણો પહેરવાથી થતી અસર

એવા જાતક જેમના લગ્ન મેષ, કર્ક, સિંહ અને ધનુ છે, તો તેમના માટે સોનાના આભૂષણો પહેરવું શુભ હોય છે. જ્યારે શરીરના જુદા-જુદા અંગો પર સોનુ ધારણ કરવુ અલગ-અલગ અસર કરે છે.

  • ગળામાં સોના પહેરવાનો અર્થ છે કે તમે ગુરુ ગ્રહ કુંડળીના લગ્ન ભાવમાં બેસી જશો અથવા ત્યાંની અસર થશે
  • આ જ પ્રકારે હાથમાં સોના પહેરવાનો અર્થ છે કે ગુરુ તમારા ત્રીજા ભાવમાં રહેશે. આ ભાવ પરાક્રમનો ભાવ હોય છે.

આ લોકોને સોનાના આભૂષણો પહેરવાથી થઈ શકે છે નુકશાન

જ્યોતિષ મુજબ જે પ્રકારે રત્ન કુંડળી જોઇ પહેરવુ જોઇએ, એ જ રીતે સોનાના આભૂષણો પણ કુંડલીમાં ગુરુની સ્તિથિ જાણી જ પહેરવુ જોઇએ. નહીંતર નુકશાન થઇ શકે છે.

  • વૃષભ, મિથુન, કન્યા અને કુંભ લગ્નવાળા લોકો માટે સોનાના આભૂષણો પહેરવા યોગ્ય નથી.
  • તુલા અને મકર લગ્નના લોકોને પણ સોનાના આભૂષણો પહેરવાથી બચવુ જોઇએ.
  • વૃશ્ચિક અને મીન લગ્નના લોકોને સોનાના આભૂષણો પહેરવાથી થતી અસર મધ્યમ હોય છે. એટલે કે ના વધારે લાભ અને ના નુકશાન.
  • જેમની કુંડળીમાં ગુરુ ખરાબ સ્થિતિમાં હોય, તેમને સોનાના આભૂષણો ના પહેરવા જોઇએ.

Read Also

Related posts

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt

કામનું / વાગવા-છોલાવા પર ડોક્ટર પાસે જવાની જરૂર નથી, કિચનમાં ઉપલબ્ધ આ 5 વસ્તુથી દૂર થશે ઇન્ફેક્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!