GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

”ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર” એક ફિલ્મના ટ્રેલરથી કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો, રિલીઝ થશે ત્યારે શું થશે

વર્ષ 2004 થી 2014 દરમ્યાન દેશના સર્વોચ્ચ પદ પર રહેલા ડોક્ટર મનમોહન સિંહ ફરી ચર્ચામાં છે. અને તે ચર્ચામાં આવવાનું કારણ છે તેમના પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર. ફિલ્મ 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે. પરંતુ એ પહેલા લોન્ચ થયેલા ફિલ્મના ટ્રેલરે રાજકીય ભૂકંપ સર્જ્યો છે.

ફિલ્મમાં સ્વાભાવિક રીતે જ મનમોહન સિંહનું મહિમામંડન તો કરવામાં આવ્યું છે. પણ સાથે જ સત્તાનું પાવર સેન્ટર યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના હાથમાં હોવાનું પણ દર્શાવાયું છે. ફિલ્મને કારણે ગાંધી પરિવારની પ્રતિષ્ઠા ખરડાતી હોવાનું જણાવી કોંગ્રેસે દેશના અનેક રાજ્યોમાં વિરોધ કર્યો છે. આ ફિલ્મ 2004 થી 2008 સુધી મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારૂના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર- ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ પર આધારિત છે.

આ પુસ્તકમાં સંજય બારૂએ મીડિયા સલાહકાર તરીકેના અનુભવો વર્ણવ્યા છે. ફિલ્મનો ચોતરફથી વિરોધ થતાં મનમોહન સિંહની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અનુપમ ખેરે પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટતા કરી હતી. અનુપમ ખેરે જણાવ્યું હતું કે ફિલ્મ સંપૂર્ણપણે પુસ્તક પર આધારિત છે અને તેમાં વિવાદાસ્પદ કે વાંધાજનક કંઇ જ નથી.

READ ALSO

Related posts

હવે ઘરેબેઠા સ્માર્ટફોનથી બની જશે Ration Card, આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

Mansi Patel

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel

નવુ સ્માર્ટ રાશનકાર્ડ બનાવવાની આ છે સરળ રીત, ફોલો કરો આ સ્ટેપને ઝડપથી થઈ જશે કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!