GSTV

કહીં ખુશી કહીં ગમ : ઉત્તરાયણ પર કોઈએ પતંગ કાપ્યો તો કોઈનું ગળું કપાયું

ઉતરાયણનું પર્વ ઉમંગ ઉત્સાહનું પર્વ છે પરંતુ આ ઉમંગ ઉત્સાહમાં ઘણા અકસ્માતો પણ સર્જાતા હોય છે. આ વર્ષે પણ ઉતરાયણનું પર્વ ઘણા અકસ્માતો માટે નિમિત બન્યુ છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બાઈક પર સવાર યુવકના ગળા અને કાનના ભાગે પતંગની દોરી આવી. જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો. જેના કારણે 28 ટાંકા આવ્યા હતા.

બાઇક સવારના નાક પર ગંભીર ઇજા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં પતંગની દોરીથી બાઇક સવારના નાક પર ગંભીર ઇજા થઇ. ભોગ બનનાર બાબુભાઇ પટેલ નામના વૃદ્ધને મણીનગરની એલજી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા

તો સુરતમાં પણ મોટર સાયકલ પર જતા પરિવારને પતંગની ઘાતક દોરીના કારણે અકસ્માત નડ્યો. મોટર સાયકલ પર જઈ રહેલા પરિવારના બાળકને દોરી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પિતાએ પરિવારને દોરીથી બચાવવાની કોશિશ કરતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેમાં ઘાયલ થયેલા બાળકનું ઓપરેશન કરવામાં આવ્યુ.

સુરતના રિંગ રોડ પર ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતા બાબુભાઇ પવાર નામના ટુ- વ્હીલ ચાલકના ગળામાં પતંગની ધારદાર દોરી વાગી.આ ઘટના નિર્મળ હોસ્પિટલના ઓવરબ્રિજ પરથી પસાર થતા સમયે બની હતી.જે બાદ ઘાયલને સુરતની નવી સિવિલ ખસેડાયો હતો.

અમદાવાદના રામોલ પાસે મહેમદપુરા ગામે પતંગની દોરી આવી જતા બાઈક સવારનું મોત થયુ. પતંગના દોરીથી બચવા જતા બે બાઈક આમને-સામને ટકરાયા હતા. જેમાંથી એક બાઈક સવારનું મોત થયુ હતું. બન્ને બાઈકો અથડાતા તેમાં દારુ અને બિયરની બોટલો પણ રસ્તા પર વેરાઈ હતી. ત્યારે ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.

વડોદરામાં પતંગે 16 વર્ષ કિશોરનો ભોગ લીધો. શહેરના ખોડિયારનગર નજીકના બંસીધર એપાર્ટમેન્ટ પરથી કિશોર નીચે પડતા કિશોરનું કરુણ મોત થયુ. કિશોરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો..પરંતુ તેને સવાર મળે તે પહેલા જ તેનું મૃ્ત્યુ થઇ ચૂક્યુ હતું.

READ ALSO

Related posts

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

Bansari

Bigg Boss 14 : આખરે આતુરતાનો આવ્યો અંત, સલમાન ખાને જણાવ્યું કોણ છે શૉનો પહેલો કન્ટેસ્ટન્ટ

Bansari

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!