GSTV
Home » News » એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાના રિપોર્ટ બાદ કોંગ્રેસે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાના રિપોર્ટ બાદ કોંગ્રેસે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

ભયજનક ઈમારતો તુટવાના મામલામાં ગુજરાત 5માં નંબરે એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાના રિપોર્ટમાં ખુલાસો થયો છે. તાજેતરમાં જાહેર થયેલા 2016ના રિપોર્ટને આધારે કોંગ્રેસનો આક્ષેપ. રિપોર્ટના આધારે મનિષ દોશીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યુ છે.

  • સરકારની બેદરકારીના કારણે રાજ્યના લોકો મોતને ભેટ્યા છે
  • બાંધકામની મંજુરીમાં થતી ગેરરીતી બનાવો પાછળ જવાબદાર
  • રહેણાંક વિસ્તારના સ્ટ્રક્ચર તુટવામાં કુલ 114 લોકોના મોત થયા
  • બ્રીજ, કોમર્શિયલ અને સ્ટ્રક્ચર તુટવાના બનાવોમાં 168 લોકના મોત
  • સરકારની આવી ઈમારતો પ્રત્યેની અનદેખીથી લોકો મોતને ભેટે છે
  • સમયસર સમારકામ ન થતા અને જર્જરીત તોડી ન પડાતા લોકો મૃત્યુ પામે છ

રાજ્યમાં જર્જરીત ઈમારતો તુટવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યોં છે. તો બીજી તરફ આવા બનાવોમાં લોકોના મૃત્યુ થાય છે અને લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાનો 2016નો તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટના આધારે કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સામે નિશાન સાધતા જણાવ્યું કે સરકારની નિષ્કાળજીના કારણે આવા બનાવો બને છે. જેમાં લોકો મોતને ભેટે છે. સરકારને બાંધકામમાં થતી ગેરરીતી અને ભ્રષ્ટ્રાચાર અટકાવવો જોઈએ તેવી પણ માગણી કરી છે.

એક્સિડેન્ટલ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયાનો 2016નો તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં ગુજરાતમાં સ્ટ્રક્ચર તુટી પડવાના કુલ 152 બનાવો નોંધાયા છે. આ બનાવોમાં 168 લોકોના મૃત્યુ થયા હોવાનું નોંધાયુ છે. તો રહેણાંક વિસ્તારમાં સ્ટ્રક્ચર તુટવાના 104 બનાવોમાં 114 લોકોનાં મૃત્યુ થયા હોવાનું પણ નોંધવામાં આવ્યુ છે. રહેણાંક વિસ્તારના વિસ્તારોમાં સ્ટ્રક્ચર તુટવાના બનાવો અને તેમાં થતા લોકોના મૃત્યુમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે હોવાનું સામે આવ્યુ હોવાનું પણ નોંધાયુ છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!