GSTV
Ahmedabad Bhavnagar ગુજરાત

ભાવનગર–અમદાવાદ શોર્ટ રૂટ ખતરનાખ, દિનપ્રતિદિન અકસ્માતમાં વધારો

ભાવનગર–અમદાવાદ શોર્ટ રૂટએ ખતરનાખ પુરવાર થઇ રહ્યો છે. અકસ્માત વધી રહ્યા છે અને લોકોની માંગ છે કે આને શોર્ટ રૂટ ફોર લેન કરવમાં આવે પણ સરકાર લેન વધારી નથી રહી.

આ ઉપરાંત ખરાબ રોડ પર રીપેરીંગના અભાવે અકસ્માતમાં સરેરાશ પ્રતિદિન એક નિર્દોષ જીંદગીનો ભોગ લેવાઈ રહ્યો છે. આ માર્ગ દિનપ્રતિદિન ગોઝારો બનતો જાય છે.

ભાવનગર ને ઉતર ભારત સાથે જોડતો મહત્વનો હાઇવે છે.ભાવનગરની જનતા ઈચ્છી રહી છે કે માત્ર વાયદાઓ નહિ પણ નક્કર કામગીરી જોઈએ. દર ચુંટણી વખતે આ હાઈવે બની જશે તેવા વાયદાઓ આપવામમાં આવ્યા છે. સરકાર દ્વારા અવારનવાર આ હાઈવે ને ફોરલેન બનાવવાની જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પર કે ચુંટણી સમયે હોર્ડિંગ અને બેનરો પુરતી જ રહી છે.

આ માર્ગ ભાવનગર થી લઇ ને બગોદરા હાઈવે સુધી દ્વિ માર્ગીય છે. આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે પરંતુ આ માર્ગ દ્વિમાર્ગીય હોય લગભગ દરરોજ અકસ્માતની ઘટના બને છે.

ત્યારે ભાવનગરના વિકાસ ની જ વાત કરીએ તો ભાવનગરને સુરત, મુંબઈ બરોડા કે ઉતર ભારતને જોડતો અમદાવાદ શોર્ટ રૂટ વર્ષોથી વિકાસની રાહમાં છે.

આ અંગે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ માર્ગને ૭૪૦ કરોડ ના ખર્ચે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાજપના નેતાઓએ લોકોની ખૂબ વાહ વાહ લુટી હતી પરંતુ જાહેરાત ના બે માસ બાદ જ આ યોજના કેન્સલ કરવામાં આવી હતી .

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલએ કહ્યું આ માર્ગમાં ભાવનગર થી ધોલેરા સુધી તો મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. વાહન ચાલકો જીવના જોખમે નાળાઓ પર વાહનો ચલાવી રહ્યા છે.સરેરાશ રોજ એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહી છે.

 

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV