GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ગુરુવારનો દિવસ સાબિત થયો ગોઝારો, રાજ્યમાં અકસ્માતની સંખ્યા જોઈને ધ્રૂજી ઉઠશો

ગુરુવારનો દિવસ રાજ્યમાં ગોઝારો સાબિત થયો. ઘણા વિસ્તારમાં નાના-મોટા અકસ્માતોની ઘટના બની. સુરતમાં હજીરા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત થયાં. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.

તો ચોટીલા-રાજકોટ હાઈવે પર બામણબોર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાં છે. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

જ્યારે વેરાવળ બાયપાસ ચોકડી પાસે એક છકડો રીક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો. જેમાં એકનું મોત થયું. જ્યારે 10 મુસાફરોને ઈજા થઈ. ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં રીક્ષા ડિવાઇડર પર ચઢી ગઈ અને પલટી ગઈ. મોટાભાગના મુસાફરો વેરાવળના ડારી ગામના છે.

આ બાજુ તાપી- સોનગઢમાં ચાલક વગરની ટ્રકે બસ અને બાઇકને અડફેટમાં લીધી. અકસ્માતમાં 10 થી વધુને થઈ ઇજા થઈ. ડ્રાઈવર ઢાળ વાળા રસ્તામાં ટ્રક મૂકી નાસ્તો કરવા જતાં અકસ્માતની ઘટના બની.

તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વિજપડી ગામે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. બાઈકચાલકને ઈજા થતાં તેને મહુવામાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

Read Also

Related posts

ભરૂચમાં જંબુસર રોડ પરના પેટ્રોલપંપ પાસે કારમાં લાગી અચાનક આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

Pravin Makwana

ચીની રાજદૂતની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા નેપાળના લોકો, કહી દીધી આટલી મોટી વાત

Ankita Trada

લદ્દાખમાં ચીની સેનાની હરકતો પર ભારતને નથી ભરોશો, આ વિસ્તારમાં વાયુ સેનાએ ચાલુ રાખ્યો યુદ્ધાભ્યાસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!