GSTV
Trending Videos Viral Videos

Video/ સ્કૂટીને હલાવી સ્ટાઇલ મારી રહ્યો હતો વ્યક્તિ, 10 સેકન્ડ પછી જ છોલાઈ ગયા ઘૂંટણ

આપણે અવારનવાર સોશિયલ મીડિયા પર અનેક માર્ગ અકસ્માતોના વીડિયો જોતા રહીએ છે. બેદરકારીના કારણે રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. ઓવરસ્પીડિંગને કારણે મોટાભાગના લોકો વાહન પરનો કાબૂ ગુમાવી દે છે અને અકસ્માતનો ભોગ બને છે. હાલમાં, કેટલાક બેદરકાર લોકોને આ દિવસોમાં સ્ટંટનું ભૂત સવાર છે. જેના કારણે રોડ પર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને સ્ટંટ કરવાનું ભૂત ચઢ્યું છે. આ કારણે તે પાગલોની જેમ પોતાનું સ્કૂટર હલાવતો જોવા મળે છે. સ્કૂટીને હલાવીને ચલાવવાને કારણે, તે તેની સ્કૂટી પરનો કાબૂ ગુમાવે છે અને લપસીને પડી જાય છે.

આ દરમિયાન, જમીન પર પડ્યા પછી, વ્યક્તિ તેના ચપ્પલ પહેરીને ઝડપથી ઉભો થાય અને સ્કૂટી ઉપાડતો જોવા મળે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક તરફ યુઝર્સ વ્યક્તિની વીરતાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, મોટાભાગના યુઝર્સ રસ્તા પર આ પ્રકારના સ્ટંટ કરવાથી બચવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.

Read Also

Related posts

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa

ભારતને G-20ની અધ્યક્ષતા મળ્યા બાદ અમેરિકા તરફથી આવ્યું આ નિવેદન, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV