GSTV

હિટ એન્ડ રન: જામકંડોરણા પાસે બાઈક સવાર પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર, ત્રણના મોત: પોલીસ તપાસ શરૂ

ACCIDENT

Last Updated on July 27, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના જામકંડોરણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં જામકંડોરણાના દૂધીવર પાટીયા પાસે સોમવારના રોજ મધ્ય રાત્રીએ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બાઈકને ટક્કર વાગવાથી તેમાં સવાર દંપતિ અને આઠ માસના પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે ટક્કર મારી હોવાની વિગત સામે આવી છે. બીજી તરફ પોલીસે હિટ એન્ડ રનનો ગુન્હો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રનનો ગુન્હો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી

ગોડલ ના ચરખડી ગામના રહેવાસી દિપક ભાઈ કેસૂભાઈ ઉવ 30 તેમના પત્નિ, આઠ માસના પુત્રને લઈને જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા તે સમયે પુર ઝડપે પસાર થતા કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

પોલીસ કાફલો અને મેડિકલ ટીમે ઘટના સ્થળે

બીજી તરફ સમગ્ર બનાવની જાણ થતા પોલીસ કાફલો અને મેડિકલ ટીમે ઘટના સ્થળે પહોંચ્યો હતો, મેડીકલ ટીમે ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જામકંડોરણા સરકારી હોસ્પિટલ ના ફરજ પર તબીબે
(1) દિપક ભાઈ કેસૂભાઈ ઉવ 30
(2) દક્ષા બેન દિપક ભાઈ,
(3) રોનક દિપક ભાઈ ને મૃત જાહેર જાહેર કર્યા હતા.

આ અકસ્માતમાં કાર ચાલક બનાવ બાદ કાર મૂકીને ફરાર થઇ જતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરાઈ છે.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!