GSTV

લગ્નના 10 દિવસ પહેલા જ યુવાન-યુવતીનો થયો ગંભીર અકસ્માત, પાછળથી વાહરે ટક્કર મારી અને…

અકસ્માત

વડોદરા-ભરૃચ નેશનલ હાઇવે પર સાંજે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર જઇ રહેલા યુવાન તેમજ યુવાનની મંગેતરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બંનેના લગ્ન એક સપ્તાહ બાદ હતા પરંતુ તે પહેલાં જ બંનેનું મોત થયું છે. આ અકસ્માતમાં એક કિશોરને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે. આ અંગેની વિગત એવી છે કે ભરૃચ જિલ્લાના આમોદ તાલુકાના ઉપરાલી ગામે ખાનશાબ ફળિયામાં રહેતો ૨૨ વર્ષનો અંકિત સુરેશભાઇ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

૧૦ દિવસ બાદ બંને લગ્નથીમાં જોડાવાના હતાં

તેના લગ્ન ગોરધનભાઇ ચૌહાણની પુત્ર પિનલ (ઉ.વ.૨૦) સાથે નક્કી થયા હતાં અને ૧૦ દિવસ બાદ બંને લગ્નથી જોડાવાના હતાં. ગઇકાલે અંકિત અને પિનલ તેમજ પિનલનો નાનો ભાઇ નરેશ (ઉ.વ.૧૫) ત્રણે વડોદરા કામ માટે આવ્યા હતાં. અને સાંજે એક બાઇક પર તેઓ પરત ઘર તરફ જતા હતાં.

ઘટનાસ્થળે જ નિપજ્યુ કરૂણ મોત

નેશનલ હાઇવે પર તેઓ સાંજે પસાર થતા હતા ત્યારે કરજણ તાલુકામાં સહારા હોટલની સામે બાઇકને પાછળથી એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બાઇક આગળ જતા વાહન સાથે અથડાઇ હતી આ સાથે જ બાઇક પર ફંગોળાઇ ગયેલા અંકિત અને તેની મંગેતર પિનલનું ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે નરેશને ઇજા થઇ હતી.

Read Also

Related posts

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

ઘાતક કોરોના/ છેલ્લા 24 કલાકમાં વધુ 1564 પોઝિટિવ કેસ નોંધાયા, 16ના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ વધુ ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!