GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

કેન્દ્ર સરકારે WhatsApp પર શરુ કરી આ ખાસ સુવિધા, કરોડો લોકોને મળશે ફાયદો

Whatsapp

સરકારી સેવાઓનો લાભ લેવા કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. MyGovએ કહ્યું કે હવેથી તમે Whatsapp દ્વારા MyGov હેલ્પડેસ્ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.

સરકારી સેવાઓની પહોંચ સરળ બનશે

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ વધુ સરળ બનશે. ડિજીલૉકર, ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળની એક મોટી પહેલનો હેતુ લોકોને તેમના ડિજિટલ દસ્તાવેજ વૉલેટ દ્વારા અધિકૃત દસ્તાવેજોની ઍક્સેસ આપવાનો છે.

ડિજિટલ વોલેટમાં દસ્તાવેજો સુરક્ષિત

તમને જણાવી દઈએ કે DigiLocker દ્વારા લોકો તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ડિજિટલ વોલેટમાં સુરક્ષિત રાખી શકે છે. આ સાથે, આ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવેલા તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે અધિકૃત અને માન્ય ગણવામાં આવે છે. ડિજીલોકરમાં જારી કરાયેલા તમામ દસ્તાવેજો મૂળ ભૌતિક દસ્તાવેજો તરીકે માન્ય ગણવામાં આવે છે.

જારી નિવેદન

એક નિવેદન અનુસાર, “નાગરિકો હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક દ્વારા DigiLocker સેવાઓને ઍક્સેસ કરી શકે છે… DigiLocker એક મહત્વપૂર્ણ નાગરિક સેવા હશે જે MyGov દ્વારા WhatsApp પર પ્રદાન કરવામાં આવશે.”\

WhatsApp

તમે આ નંબર પર Whatsapp કરી શકો છો

તમને જણાવી દઈએ કે આ સેવાઓમાં ડિજીલોકર એકાઉન્ટ બનાવવું પડશે અને પ્રમાણિત કરવું પડશે. આ સાથે, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ‘હેલો’ અથવા ‘હાય’ અથવા ‘ડિજિલોકર’ મોકલીને ચેટબોટને ઍક્સેસ કરી શકે છે.

જાણો અધિકારીએ શું કહ્યું?

MyGov ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અભિષેક સિંઘે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય WhatsApp ના સરળતાથી સુલભ પ્લેટફોર્મ દ્વારા નાગરિકો માટે આવશ્યક સેવાઓ સુલભ બનાવવાનો છે. આ નવી પહેલ પર ટિપ્પણી કરતા, શિવનાથ ઠુકરાલ, ડાયરેક્ટર, WhatsApp, જણાવ્યું હતું કે દેશને ડિજિટલ રીતે સશક્ત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

Read Also

Related posts

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV