GSTV
Auto & Tech Trending

Whatsapp યુઝર્સ ખાસ વાંચો: કંપનીની આ નવી પોલીસી માનો નહીંતર ડીલીટ કરી દો એકાઉન્ટ

whatsapp

ફેસબૂકના સ્વામિત્વ વાળી ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsappએ પોતાની પ્રાઇવસી પોલીસી અપડેટ કરી છે અને તેને ધીરે-ધીરે યુઝર્સને જારી કરવામાં આવી રહી છે. Whatsappએ યુઝર્સને નવી પોલીસીને એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. ત્યારે પોલીસીને યુઝર્સે એક્સેપ્ટ કરવાની રહેશે નહીંતર એકાઉન્ટ ડીલીટ કરવાનું રહેશે.

Whatsapp એકાઉન્ટ ચાલુ રાખવા માટે નવી પોલીસીને એક્સેપ્ટ કરવી જરૂરી

whatsapp

જણાવી દઇએ કે યુઝર્સે પોતાનુ એકાઉન્ટ ચાલુ રાખવા માટે નવી પોલીસીને એક્સેપ્ટ કરવી જરૂરી છે. તેના માટે કોઇ ઓપ્શન યુઝર્સને નહી મળે. જો કે અહીં ‘નૉટ નાઉ’નો પણ ઓપ્શન જોવા મળી રહ્યો છે. એટલે કે જો તમે નવી પોલીસીને કેટલાક સમય માટે એક્સેપ્ટ નહી પણ કરો તો તમારુ એકાઉન્ટ ચાલતુ રહેશે.

whatsapp

નવી પોલીસીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેશન વધુ છે અને હવે યુઝર્સનો પહેલા કરતાં વધુ ડેટા ફેસબૂક પાસે હશે. Whatsappનો ડેટા પહેલા પણ ફેસબુક સાથે શેર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ કંપનીએ સ્પષ્ટ કરી દીદું છે કે ફેસબુક સાથે Whatsapp અને ઇન્સ્ટાગ્રામનુ ઇંટીગ્રેશન વધુ રહેશે.

Whatsappની અપડેટેડ પોલીસીમાં તમારા દ્વારા કંપનીને આપવામાં આવી રહેલા લાયસન્સમાં કેટલીક વાતો લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમારી સર્વિસીસને ઑપરેટ કરવા માટે તમે Whatsappને, જે કંટેટ તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેંડ અથવા રિસીવ કરો છો, તેને યુઝ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નૉન-એક્સક્લૂઝીવ, રૉયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાંસફરેબલ લાયસન્સ આપે છે.

whatsapp

સાથે જ તેમાં તે પણ લખ્યુ છે કે આ લાયસન્સમાં તમારા દ્વારા આપવામાં આવેલા અધિકાર અમારી સેવાઓના સંચાલન અને ઉપલબ્ધ કરાવવાના સીમિત ઉદ્દેશ માટે છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV