Whatsapp યુઝર્સ માટે મોટી ખબર છે. આગામી વર્ષથી કંપની નવી પ્રાઇવસી પોલીસીને એક્સેપ્ટ ન કરનારા યુઝર પોતાના Whatsapp એકાઉન્ટને એક્સેસ નહી કરી શકે. સાથે જ જો યુઝરને કંપનીની અપડેટેડ પોલીસીથી કોઇ પરેશાની છે તો એકાઉન્ટ ડિલીટ કરવા સિવાય કોઇ અન્ય વિકલ્પ નહી બચે. Whatsapp ની નવી પ્રાઇવસી પોલીસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે.

WABetaInfoએ શેર કર્યો સ્ક્રીનશૉટ
WABetaInfoએ Whatsapp ની નવી પ્રાઇવસી પોલીસીનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તેમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે યુઝર નવી શરતોને માને અથવા તો પોતાના એકાઉન્ટને ડીલીટ કરી દે. તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે અપડેટમાં Whatsapp સર્વિસ સાથે સંબંધિત વધુ જાણકારીઓ મળશે.

આ સાથે જ તેમાં તેમ પણ જણાવવામાં આવશે કે કંપની યુઝર ડેટાને કેવી રીતે પ્રોસેસ કરે છે. તેમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવશે કે કેવી રીતે બિઝનેસ ફેસબુક હોસ્ટેડ સર્વિસીસના ચેટ્સ સ્ટોરને મેનેજ કરે છે.

બદલાઇ શકે છે નવી પોલીસી લાગુ થવાની તારીખ
WABInfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં તેમ પણ કહેવામાં આવ્યું કે અપડેટેડ પોલીસી લાગુ થયાની તારીખમાં બદલાવ થવાની સંભાવના છે કારણ કે કંપની તેની ઘોષણા આવનારા કેટલાંક અઠવાડિયાઓમાં કરી શકે છે. કંપનીના એક પ્રવક્તાએ વિદેશી મીડિયાને જણાવ્યું કે યુઝરને Whatsapp નો ઉપયોગ જારી રાખવા માટે નવી પોલીસી એક્સેપ્ટ કરવી જ પડશે.
Read Also
- સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!