GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

લાલચની મલાઈ ખાવા જતા મામલતદાર અને એક અધિકારી ઝડપાયા, ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા!

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કલોલના 2 સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને સરકારી બાબુઓ માંથી એક મામલતદાર તરીકે ફરજ બજાવતાં અને તેમના સાથી કર્મચારીઓ હોવાનું સામે આવ્યુ છે. એસીબીની ટીમને મળેલી ચોક્કસ માહિતી આધારે આ છટકું ગોઠવવામાં આવ્યુ. જેમાં ગુનામાં ફરીયાદીના શેઠે મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની ૨૩ એન્ટ્રી કરાવવા સારૂ અરજી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી.

ACB

એક એન્ટ્રી દીઠ ₹ 12 હજારની એમ કુલ 23 એન્ટ્રી માટે ₹ 2.76 લાખની માંગણી કરવામાં આવેલી

જોકે આ એક એન્ટ્રી દીઠ ₹ 12 હજારની એમ કુલ 23 એન્ટ્રી માટે ₹ 2.76 લાખની માંગણી કરવામાં આવેલી. પરંતુ ફરિયાદીને ભ્રષ્ટાચાર માટે માંગણી કરવામાં આવેલ પૈસા આપવા નો હતા જે સંદભે ACBને જાણ કરી અને મામલતદારની ટીમ સાથે રકઝકના અંતે રાઉન્ડ ફીગર 2.50 લાખમાં 23 એન્ટ્રી કરવાનું નક્કી થયું. પરંતુ આ ઉપરાંત ઈ-ધરા માંટે 10 હજાર ની રકમનો વધારો કરી કુલ ₹ 2.60 લાખની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા ACB મહેસૂલ શાખામાં જ છટકૂ ગોઠવી લાંચના કેસમાં પકડાયા.

મામલતદાર મયંક પટેલે ફરિયાદીને આ રૂપિયા નાયબ મામલતદાર પ્રવિણભાઈ પરમારને આપવાનું કહ્યુ

મામલતદાર મયંક પટેલે ફરિયાદીને આ રૂપિયા નાયબ મામલતદાર પ્રવિણભાઈ પરમારને આપવાનું કહ્યુ. જેથી કોઈને શંકા ના જાય પરંતુ નાયબ મામલતદારે પણ આ રૂપિયા ઈ-ધરા શાખાના ઓપરેટર નિખિલ પાટીલને બોલાવી ફરિયાદી પાસેથી સ્વીકાર્યા હતા. જેને પગલે ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા.મામલતદાર અને ઇશાખાના ઓપરેટરને રોકડ ₹ 2.60 લાખ સાથે પડકી લીધા હતા. જોકે અન્ય બે મદદગાર આરોપીઓ હાલ ફરાર છે તેને પકડવા માટે પણ એસીબીની ટીમ કામે લાગી છે જોકે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ કેટલાક લોકો પાસેથી કામ કરાવવા માટે રૂપિયા લીધા હોવાની આશંકાને પગલે ACBએ તેમના ઘરે અને ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આવનારા દિવસોમાં તપાસ બાદ વધુ ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.

READ ALSO

Related posts

પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા

Hardik Hingu

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu
GSTV