GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / વિપુલ ચૌધરીના ઘરે ACBની તપાસમાં 66 એકાઉન્ટ અને 26 પાનકાર્ડ મળ્યાં, અઢી કરોડ રૂપિયા વિદેશ મોકલ્યાં

મહેસાણાની દૂધસાગર ડેરીમાં 800 કરોડના કૌભાંડના આરોપમાં પૂર્વ ચેરમેન  વિપુલ ચૌધરી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વિપુલ ચૌધરીના ઘરે ACB દ્વારા કરવામાં આવેલી તપાસમાં પત્ની ગીતાબેન ચૌધરી અને પુત્ર પવન ચૌધરીના નામે અને અન્ય મળી કુલ 66 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે અને 26 પાનકાર્ડ મળી આવ્યા છે.  પત્નીના 10 અને પુત્રના 6 સહિત કુલ 66 એકાઉન્ટ મળ્યા છે. કુલ 26 પાન કાર્ડની વિગત મંગાવવામાં આવી છે.

66 બેન્ક એકાઉન્ટમાંથી 5 બેન્ક એકાઉન્ટમાં 250 કરોડના વ્યવહાર થયેલા હોવાનું જાણવા મળ્યું છે. વિપુલ ચૌધરીનાHUF  એકાઉન્ટમાં 4.5 કરોડના ટ્રન્જેક્શનમાં 2.5 કરોડ વિદેશ મોકલેલ છે.2010 અને 11 માં એક ટ્રન્જેક્શન 2.5 કરોડનું મળ્યું, 2009 થી 2014 દરમિયાન 15 કરોડના વ્યવહાર થયેલા છે. વિપુલ ચૌધરીના એકાઉન્ટમાંથી 1.5 કરોડ ટેક્સાસ મોકલેલ છે, ત્યાં 9 કરોડનો બંગલો ખરીદ્યો તેની એન્ટ્રી અહીં નથી કરવામાં આવી.

ACB દ્વારા વિપુલ ચૌધરીના ઘરે કરવામાં આવેલી તપાસમાં  31 હજાર રોકડ મળી આવી છે, કોઈ દસ્તાવેજ મળ્યા નથી. હાલમાં વિપુલ ચૌધરીના પુત્ર અને પત્ની ઘરે નથી મળેલ ભાગેડુ છે. વિપુલ ચૌધરીના પુત્ર પવન ચૌધરી અને પત્ની ગીતાબેન ચૌધરી સામે લુક આઉટ નોટિસ જાહેર કરવાની કામગીરી ચાલુ છે.

વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી શકે છે 

મહેસાણાની દૂધસાગર ડેરીમાં 800 કરોડના કૌભાંડના આરોપમાં ફસાયેલા વિપુલ ચૌધરીનું મુશ્કેલીઓ વધી શકે છે. આ આરોપ સાથે મહેસાણા કોર્ટે ગત 16 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે 23 સપ્ટેમ્બરના રોજ પુરા થયા છે. હવે વિપુલ ચૌધરીના ઘરે ACBની તપાસમાં મળી આવેલા મોટા પુરાવાઓને કારણે વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી શકે છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah
GSTV