GSTV

સ્પેશિયલ AC ટ્રેનોમાં યાત્રા રેલવેએ કરી વધુ મોંઘી, હવે ચૂકવવી પડશે ટીકિટમાં જ વધારાની કિંમત

રેલવે

કોરોના વાયરસનો કહેર સતત ચાલું છે. સરકાર દ્વારા આ વાયરસનાં સંક્રમણથી બચવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે સરકાર તરફથી વધુ એક પગલું ભરવામાં આવ્યુ છે. હવે એસી ટ્રેનની બોગીઓમાં ઓપરેશન થિયેટરોની જેમ તાજા હવા મળી શકશે. તેનાંથી સંક્રમણ ફેલાવાનો ખતરો ઘટી જાય છે. અધિકારીઓનું કહેવું છેકે, રેલવે દ્વારા રાજધાની માર્ગો પર 12મેથી ચલાવવામાં આવતી 15 જોડી એસી ટ્રેનોમાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે. આ કોવિડ-19 બાદની પરિસ્થિતીમાં ટ્રેનોનાં સંચાલનની રેલવેની તૈયારીઓનો ભાગ છે.

રેલવેની આ નવી સર્વિસથી મોંઘુ થશે ભાડું

આ નવી રેલ્વે સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભાડુ મોંઘું થઈ શકે છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રાયલ હેઠળ ભારતીય રેલ્વેની એસી બોગીઓમાં રૂફ માઉન્ટ થયેલ એસી પેકેજ (આરએમપીયુ) દરકલાકે 16-18 કરતા વધુ વખત હવાને બદલે છે. જેવું કે ઓપરેશન થિયેટરોમાં હોય છે. અગાઉ આ એ.સી. ટ્રેનો કલાક દીઠ 6 થી 8 વખત હવા બદલાતી હતી અને ડબ્બામાં છોડવામાં આવતી હવાનો 80 ટકા હવા રિસરક્યુલેટેડ હવા હોય છે. તાજી હવા માત્ર 20 ટકા જ હોય છે. જો કે, હવામાં પરિવર્તનની સંખ્યામાં વધારો થતાં ઉર્જા વપરાશમાં પણ 10 થી 15 ટકાનો વધારો થશે. રેલ્વેની આ નવી સેવાથી ખર્ચનો ભાર પણ વધશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રેલવે એસી કોચમાં વધારો કરી શકે છે. નવા બદલાવને કારણે વધેલા ખર્ચને ઘટાડવા રેલવે એ.સી. વિશેષ ટ્રેનોના ભાડામાં વધારો કરી શકે છે. જો કે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

યાત્રીઓ માટે સેન્ટ્રલાઈઝ્ડ ACનું તાપમાન પણ વધારવામાં આવ્યુ

મુસાફરોની સલામતી માટે આ કિંમત ચૂકવવી પડે છે. આ એક નવી રીત છે. એસી જે રીતે કામ કરે છે, તેમાં તે ફરીથી પરિચાલિત અથવા સર્કુલેટેડ હવાનો ઉપયોગ કરે છે જેથી બોગી જલ્દીથી ઠંડી થાય. જ્યારે આપણે તાજી હવાનો ઉપયોગ કરીશું તો ઠંડું થવામાં થોડો સમય લાગશે. એટલા માટે ઉર્જાનો વધારે વપરાશ થશે. રેલવેએ સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન પણ સામાન્ય 23 ડિગ્રી સેલ્સિયસ થી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ સુધી વધાર્યું છે કારણ કે હવે મુસાફરોને ચાદરો આપવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય નિષ્ણાતોની સલાહથી રેલ્વેએ કોરોના વાયરસના હળવા કેસો માટે અલગ બોગી તરીકે તેના નોન-એસી કોચને સુધાર્યા છે. આ રોગના ફેલાવાને રોકવા માટે આરોગ્ય મંત્રાલયે વિશેષ રાજધાની ટ્રેનો પર એસી યુનિટ બદલવા માટેની માર્ગદર્શિકા પણ અમલમાં મૂકી છે.

12 ઓગષ્ટ સુધી રેગ્યુલર ટ્રેનો ચાલશે નહી

ભારતીય રેલ્વેએ હવે મુસાફરોને રાહત આપતી વખતે 1 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન ટાઈમ-ટેબલ ટ્રેનો માટેની ટિકિટની રકમ પરત આપવાનો નિર્ણય લીધો છે. જોકે, રેલ્વેના આ નિર્ણયની અસર હાલમાં દોડતી વિશેષ ટ્રેનોને થશે નહીં. દેશમાં લોકડાઉનને કારણે રેલ્વે સેવા બંધ કરવામાં આવી હતી. જ્યારે, ટિકિટ બુકિંગ પણ 14 એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ 120 દિવસની એડવાન્સ બુકિંગની વ્યવસ્થાને કારણે 12 ઓગસ્ટ સુધી ટિકિટ બુક કરાઈ હતી.

READ ALSO

Related posts

CSIR કોરોના સંક્રમણ સર્વે/ ધુમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં ભય ઓછો, આ બ્લડગ્રૂપવાળા લોકો થયા વધુ સંક્રમિત

Karan

નરાધમ પિતા/ 10 વર્ષનો દિકરો અભ્યાસમાં ધ્યાન ન આપતાં જીવતો સળગાવ્યો, જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાં

Karan

દરરોજના બચાવો માત્ર 200 રૂપિયા અને કમાઓ 3 કરોડ, આપ પણ બની શકો છો આ રીતે કરોડપતિ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!