GSTV
Health & Fitness Life Trending

સંક્રમણ / તમારા ઘર કે ઓફિસમાં AC ચલાવતા હોવ તો સાવધાન, કેન્દ્ર સરકારની કોરોનાને લઇને ચેતવણી

કોરોના મહામારીથી બચવા સરકારે એક ગાઇડલાઇન રજૂ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના દર્દી દ્વારા ઉધરસ ખાવાથી અથવા તો છીંક ખાવાથી બહાર નીકળનાર એરોસોલ હવામાં 10 મીટર સુધી ફેલાઇ શકે છે. એવામાં સરકારે લોકોને બંધ રૂમોમાં રહેવાને બદલે ખુલ્લી જગ્યાઓમાં રહેવાનું કહ્યું છે જેથી વેન્ટિલેશન ઠીક થાય. ગાઇડલાઇનમાં જણાવ્યું કે, કેટલાંક સરળ પગલાં ઉઠાવીને સંક્રમણના ખતરાને ઓછો કરી શકાય છે.

કોરોનાથી બચવા માટે સરકારની ભલામણ

સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન (Vijay Raghavan) ના કાર્યાલયે એક ગાઇડલાઇન જાહેર કરી છે કે, ખુલ્લાં ઘરોમાં સંક્રમણનો ખતરો ઓછો થાય છે. આ ગાઇડલાઇનમાં ઘરો, ઓફિસો અને સાર્વજનિક સ્થળો પર બહારની હવાની અવરજવરની ભલામણ કરવામાં આવી છે.

સારા વેન્ટિલેશનથી કોરોનાનું જોખમ ખૂબ જ ઓછું

ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, સારા વેન્ટિલેશનથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કોરોના ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું હોય છે. જેમ કે બારી ખોલવી અથવા તો એક્ઝોસ્ટ પંખો ચલાવવા પર ગંધ ઓછી થઇ જાય છે. બરાબર એ જ રીતે ખુલ્લા દરવાજા, ખુલ્લી બારી અને એક્ઝોસ્ટ પંખાથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે.

બંધ રૂમમાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધારે

ગાઇડલાઇનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે રૂમમાં AC ના કારણે બારીઓ અને દરવાજા બંધ રહે છે તેમાં સંક્રમણનો ખતરો વધારે રહે છે. બંધ રૂમમાં બહારની હવાની અવરજવર ઓછી થઇ જાય છે, જેનાથી સંક્રમિત હવા રૂમની અંદર જ રહે છે.

AC થી કોરોનાનું જોખમ વધારે

આને એ રીતે સમજી શકો છો કે, જો કોઇ કોરોના સંક્રમિત વ્યક્તિ એક બંધ રૂમ અથવા તો હોલમાં બેઠેલ છે કે જ્યાં અન્ય વધુ લોકો પણ છે. આવા રૂમમાં વેન્ટિલેશન નથી થતું પરંતુ AC ની મદદથી હવા રૂમમાં ફરતી રહે છે. એવામાં સંક્રમિત વ્યક્તિના મો અને નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સ અને એરોસોલ્સ રૂમમાં જ રહી જાય છે અને તે અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

10 મીટર સુધી હવામાં જ રહે છે એરોસોલ્સ

સરકારનું એમ કહેવું છે કે, ડ્રોપલેટ્સ અને એરોસોલ્સના આધારે વાયરસ વધારે ફેલાય છે. ડ્રોપલેટ્સ બે મીટર સુધી જ્યારે એરોસોલ્સ 10 મીટર સુધી હવામાં ફેલાય છે. તમને જણાવી દઇએ કે, ડ્રોપલેટ્સ અને એરોસોલ્સ બંને વ્યક્તિના છીંકવાથી, ઉધરસ ખાવાથી અને બોલવાથી નીકળે છે.

FAN

AC ને બદલે પંખા ચલાવો

પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું કે, પંખો ચલાવવાથી, ખુલ્લા દરવાજા તેમજ ખુલ્લી બારી રાખવાથી હવાની ગુણવત્તામાં સુધારો થઇ શકે છે અને કોરોનાના જોખમને પણ ઓછું કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV