GSTV
Business Trending

રૂપિયો નબળો પડતાં વધશે AC-ફ્રિજની કિંમતો

જો તમે ફ્રિજ, એસી અને વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો જલ્દીથી ખરીદી લો કારણ કે કંપનીઓ પોતાના પ્રોડક્ટસના ભાવ વધારવાનું વિચારી રહી છે. ડૉલરની સરખામણીએ રૂપિયામાં આવી રહેલી નરમાશના કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ વધી ગયું છે.

શુક્રવારે ડોલરની સરખામણીએ રૂપિયો 65.17 પર આવી ગયો હતો, જે પાછલા ત્રણ મહિનામાં સૌથી નીચલું સ્તર છે અને આવનારા અઠવાડિયાઓમાં એક ડૉલરનો ભાવ 66 રૂપિયા સુધી પહોંચવાની આશંકા છે. રૂપિયામાં નરમાશના કારણે આયાત કરનારી કંપનીઓને ઉત્પાદન માટે ડૉલરમાં વધારે ચુકવણી કરવી પડી રહી છે. તેવામાં વધેલા ખર્ચનો ભાર ગ્રાહકો પર નાંખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વિશ્લેષકોનું માનવું છે કે રેફ્રિજરેટર અને એસી બનાવવામાં તાંબા અને સ્ટીલ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. અમેરિકા અને અન્ય દેશોમાં વેપાર યુદ્ધ છેડાવાની આશંકાના પગલે ધાતુઓની કિંમત પર સર થઇ શકે છે. જો અન્ય દેશ પણ અમેરિકાની જેમ ઇમ્પોર્ટ ચાર્જીસ લગાવવાનું શરૂ કરી દેશે તો સ્ટીલની કિંમતો વધી શકે છે. ઉલ્લેખનીય  છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સ્ટીલની આયાત પર 25 ટકા ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે.

Related posts

ફિફા વર્લ્ડકપ 2022 / દિગ્ગજ ફૂટબોલર મેસ્સીની મેચ પહેલા સ્ટેડિયમ પાસે લાગી આગ, અફરા-તફરીનો સર્જાયો માહોલ

Hardik Hingu

કેજરીવાલની સરકારે ઈમામોને અપાતા પગાર સામે RTI કરાઈ હતી દાખલ, માહિતી આયોગે પસાર કર્યો આદેશ

Hardik Hingu

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk
GSTV