GSTV
Auto & Tech Trending

શું તમારા ઘરના ACમાં ગેસ ખતમ થઇ ગયો છે!, તો જાણો માત્ર આ સંકેતો દ્વારા

જો તમે તમારા ઘરમાં AC નો ઉપયોગ કરો છો તો સર્વિસના ટાઇમે અથવા તો આમ પણ એક સમસ્યા જરૂરથી સામે આવે છે કે, શું ગેસ ખતમ થઇ ગયો કે પછી AC વધારે ઠંડક નથી આપતું. તો આપના મનમાં એવો સવાલ જરૂરથી ઊભો થતો હશે એવામાં અમે તમને એવાં સંકેત દર્શાવવા જઇ રહ્યાં છીએ કે જે તમને પહેલેથી જ જણાવી દેશે કે ACનો ગેસ ખતમ થઇ ગયો છે કે લીકેજ થઇ રહ્યો છે.

તમે આ સંકેતના આધારે કંઇ પણ કર્યા વગર બિલકુલ સરળતાથી એ ખ્યાલ મેળવી શકશો કે તમારા AC માં ગેસ ભરાવાની જરૂરિયાત છે કે ગેસ લીકેજ વિશે જાણકારી મેળવવાની. તેનાથી તમે ખુદ જ ઘરે બેઠા એ ખ્યાલ લગાવી શકશો કે તમારા AC માં કંઇ પણ કરવાની જરૂરિયાત છે કે નહીં.

AC ઠંડક નથી આપતું

આમ તો સીધા શબ્દોમાં જો વાત કરીએ તો ગેસ ખતમ થવાનો સૌથી મોટો સંકેત છે કે, તમારું AC તમારી જરૂરિયાત મુજબ ઠંડક નથી આપતું. કાં તો AC ની ઠંડક પહેલેથી જ ઓછી થઇ જાય છે કે પછી ઠંડક આપવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં બની શકે છે તમારા ACનો ગેસ ઓછો થઇ ગયો હોય. ઠંડક ઓછી થવી જ ગેસ લીક અથવા તો ગેસ ઓછો થવાનું સૌથી અગત્યનું લક્ષણ માનવામાં આવે છે.

બરફ જામવા લાગે છે

ઠંડક ઓછી થવાની સાથે જો તમારા ACના એવાપોરેટર પર બરફ જામી રહ્યો છે તો એવો સંકેત છે કે, તમારા AC માં ગેસ ઓછો થઇ રહ્યો છે અથવા તો લીકેજ થઇ રહ્યો છે. એવામાં તમે જોઇ શકો છો કે, જો AC ના એવાપોરેટર પર એક લાઇન અથવા તો બે લાઇન બરફ જામી જાય છે તો સમજી શકીએ છીએ કે, ગેસ લીકેજ થઇ રહ્યો છે. આ ઇન્ડોર કુલિંગનું કામ કરે છે અને આ સંકેત ગેસ લીકેજ માટેનો સૌથી મહત્વનો સંકેત છે.

AC માંથી અવાજ આવી રહ્યો છે

જો તમને લાગે છે કે તમારા એસીમાંથી પરપોટાનો અવાજ આવી રહ્યો છે, તો પણ માની શકાય કે ગેસ લિક થઈ રહ્યો છે. આ સિવાય જ્યારે કોઈ ટાયરમાંથી હવા નીકળે છે, ત્યારે જે અવાજ અવાજ આવે છે, જો તે અવાજ એ.સી.માંથી આવે છે, તો તમારે વધુ કાળજી લેવાની જરૂર છે. આનો મતલબ કે ગેસ લિકેજ ચાલુ છે.

કમ્પ્રેસર દ્વારા પણ જાણકારી મેળવી શકો છો

આ સિવાય તમે કમ્પ્રેસર દ્વારા પણ ગેસ ઓછો હોવા વિશે જાણી શકો છો. કમ્પ્રેસર તાપમાનને મેન્ટેઇન કરવાનું કામ કરે છે અને બંધ અથવા તો ચાલુ થતું રહે છે. જો આપને એવું લાગે છે કે કમ્પ્રેસર ઓન ઓફ થવામાં વધારે સમય લઇ રહ્યું છે તો સમજી લેજો કે તમારા ACમાં ગેસની ઊણપ છે. હકીકતમાં, ગેસ ઓછો થવાથી કમ્પ્રેસરના બંધ થવાનો ટાઇમ વઘી જાય છે અને તે મોડેક સુધી ચાલે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV