GSTV

AC થઈ શકે છે દેશમાં મોંઘા, ચીનને ઝટકો આપવા મોદી સરકારે લીધો આ નિર્ણય

સરકારે રેફ્રિજરેટ્સની સાથે આવનારા એર કન્ડીશનર (AC)ની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે, સ્થાનિક મેન્યુફેક્સરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી સામાનની આયાતમાં ઘટાડો લાવવા માટે આ પગલું ભર્યું છે. તેનાથી ચીનનાં વેપારીઓને ઝટકો લાગ્યો છે.

દેશમાં ACનું બજાર લગભગ 40 હજાર કરોડ રૂપિયા

અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં ACનું બજાર લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે, ભારત પોતાની ACની જરૂરીયાતોની લગભગ 28 ટકા આયાત ચીનથી કરે છે, ઘણા કેસમાં તો ACનાં 85થી 100 ટકા કમ્પોનેન્ટ આયાત કરવામાં આવે છે.

ભારતમાં ઘણી વિદેશી કંપનીઓએ પોતાનો પ્લાન્ટ લગાવી રાખ્યા

વિદેશ વ્યાપારની સુચનામાં કહેવામાં આવ્યું છે કે રેફ્રિજરેંટ્સની સાથે એર કંડિનશનરની આયાતને લઇને નિતી સંશોધિત પણ થઇ ગઇ છે, તેના હેઠળ આ મુક્ત શ્રેણીથી હટાવીને પ્રતિબંધાત્મક યાદીમાં નાખવામાં આવ્યા છે, સ્પ્લિન્ટ અને વિંડો અથવા તમામ પ્રકારનાં એર કંડિશનરની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ભારતમાં ઘણી વિદેશી કંપનીઓએ પોતાનો પ્લાન્ટ લગાવી રાખ્યા છે, તેમના બિઝનેશ પર  કોઇ અસર નહીં થાય.

ભારત સરકારે રંગીન ટીવી સેટની આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો

જુલાઇ મહિનામાં ભારત સરકારે રંગીન ટીવી સેટની આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, ચીનથી મોટા પ્રમાણમાં કલર ટીવી ભારત મંગાવવામાં આવતા હતાં, પરંતું સરકારે તેના ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે, જુનમાં સરકારે કાર, બસો અને મોટર સાયકલમાં ઉપયોગ થનારા નવા ન્યુમૈટિક ટાયર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે સરહદે ચીનની સેનાની હરકતો બાદ દેશમાં ચીન વિરૂધ્ધ એક નકારાત્મક માહોલ બન્યો છે, ટિક ટોક, વી ચેટ સહિતની ચાઇનીઝ એપ્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, એટલું જ નહીં ચાઇનીઝ કંપનીઓને મળેલા ટેન્ડરો પણ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!