GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ઘરમાં AC ચાલુ રાખતાં હોવ તો બંધ કરી દેજો, આ કારણે વધી રહ્યો છે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો

ac

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હાવર્ડના એક પ્રોફેસરે ACના ઉપયોગને લઇને એક ચેતવણી જારી કરી છે. પ્રોફેસરનું કહેવુ છે કે એર કંડીશનિંગ કોરોના વાયરસના સંક્રમણમાં એક મહત્વનું ફેક્ટર બની શકે. તેની પહેલા ઘણાં વિશેષજ્ઞોએ કહ્યું હતું કે એક કંડિશનિંગ પોતે સંક્રમણનું કારણ ન બની શકે. જો કે નાની જગ્યાઓમાં ચાલતા ACમાં વધારે લોકો બેસવાથી વાયરસ ફેલાવા માટે અનૂકૂળ માહોલ જરૂર બને છે.

The Harvard Gazetteની એક રિપોર્ટમાં હાવર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિન પ્રોફેસર એડવર્ડ નાર્ડેલના હવાલે જણાવ્યું, અમેરિકાના તે રાજ્યોમાં જ્યાં જૂન મહિનામાં તાપમાન વધુ હતું અને ACનો ઉપયોગ વધુ થઇ રહ્યો હતો. ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાયું.

આ કારણે ACથી સંક્રમણ ફેલાવાનું વધુ છે જોખમ

એડવર્ડ નાર્ડેલનું કહેવુ છે કે સામાન્ય રીતે શિયાળામાં પણ તે જોવામાં આવ્યું કે ઠંડી હવાથી બચવા અને પોતાની જાતને હૂંફાળી રાખવા માટે લોકો ઘરોમાં પૂરાયેલા રહે છે. બંધ રૂમ અને બારી વચ્ચે AC ચલાવવાથી લોકો રૂમમાં તે જ હવાથી વારંવાર શ્વાસ લે છે અને છોડે છે જેથી હવા દ્વારા સંક્રમણ ફેલાવા લાગે છે. નોર્ડેલે કહ્યું, ગરમીની સીઝનમાં લોકો ઘરોની અંદર રહે છે જેથી વારંવાર એક જ હવામાં એકબીજા દ્વારા છોડવામાં આવેલા શ્વાસ લેવા લાગે છે. તેનાથી ઇંફ્કેશનનું જોખમ પણ વધી જાય છે.

નોર્ડેલે જણાવ્યું કે વાયરસ ફેલાવા માટે મોટાભાગના તે ડ્રોપલેટ્સને જવાબદાર માનવામાં આવે છે જે કોઇ સંક્રમિત વ્યક્તિની ખાંસી, વાતચીત અથવા છીંકવાથી નીકળે છે, પરંતુ તે વાતના પણ પૂરાવા મળ્યાં છે કે એરબોર્ન ટ્રાન્સમિશન દ્વારા પણ સંક્રમણ ફેલાઇ શકે છે. ડ્રોપલેટ્સમાં રહેલો કોરોના વાયરસ કોઇપણ સપાટી પર ફેલાતા પહેલા થોડા સમય માટે હવામાં જ રહે છે જેથી સંક્રમણ ફેલાઇ જાય છે.

કોરોના વાયરસ અને દૂષિત હવા

2003 માં SARSના પ્રકોપ બાદ કરવામાં આવેલા અભ્યાસથી જાણવા મળ્યુ છે કે થોડુ સંક્રમણ ઉંચી ઇમારતોના કારણે ફેલાય કારણ કે આ ઇમારતોના એરશેફ્ટથી દૂષિત હવા અલગ-અલગ એપાર્ટમેન્ટમાં ઘુસી ગઇ. તમને જણાવી દઇએ કે કોવિડ-19 પણ આ વાયરસનું એક રૂપ છે.

એપ્રિલના મહિનામાં અબૂ ધાબીમાં ક્લીવલેંડ ક્લિનિકલના સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડોક્ટર મહર બાલ્કિસે જણાવ્યું કે ACના એર કરેંટ્સના કારણે પણ વાયરસનો પ્રભાવ વધી શકે છે.

Read Also

Related posts

LAC ઉપર ચીનની ઘુસણખોરીને લઈને સુરક્ષા મંત્રાલયે જાહેર કર્યા આ ડોક્યુમેન્ટ, રાહુલ ગાંધીએ PM ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું તંત્ર, શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં થશે તપાસ

Nilesh Jethva

સુશાંત કેસથી ‘અઘાડી’માં ભંગાણ કરવાની યોજના, ભાજપનો છે આ માસ્ટરપ્લાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!