GSTV

ભાજપની જ પાંખે રૂપાણી સરકાર સામે માંડ્યો મોરચો, દાદાગીરીથી કોલેજ કરાવી બંધ

Last Updated on February 28, 2020 by Mayur

સરકારી પોલીટેક્નિકલ કોલેજમાં ABVPએ હોબાળો કર્યો છે. હોબાળો કરી ABVPએ કોલેજ બંધ કરાવી છે. ચાલુ ક્લાસમાં ABVPના કાર્યકરો ઘુસી આવ્યા હતા. અને હોબાળો કરી કોલેજ બંધ કરાવી છે. સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજોની સીટો ઘટાડવાના સરકારના નિર્ણયનો એબીવીપીએ વિરોધ કર્યો છે. ABVPએ રાજ્યની સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજો બંધનું એલાન આપ્યું હતું. તેમ છતાં કોલેજો ચાલુ રાખતા ABVPએ હોબાળો કરી વિરોધ દર્શાવ્યો છે. પણ સૌથી મોટી વાત એ છે કે, પોતાની જ સરકાર સામે ABVP એ બાંયો ચડાવતા વિદ્યાર્થીઓ પણ વિસ્મયમાં મુકાયા હતા.

સરકારી અને પ્રાઈવેટની ફી શું છે ?

આ મુદ્દે જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સરકારી કોલેજ અને પ્રાઈવેટ કોલેજ અંગે ફીના તફાવત અંગે કહ્યું હતું કે, જ્યાં સરકારી કોલેજમાં માત્ર 1000 રૂપિયા વર્ષની ફી છે, તેની સામે પ્રાઈવેટ કોલેજોમાં 50 હજાર જેટલી તોતિંગ ફી ઉઘરાવવામાં આવે છે. જો સરકારી કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. તેની જગ્યાએ સરકારે રીતસરની સીટો જ ઘટાડી દેતા હવે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.

રૂપાણી સરકાર માટે ચિંતાનો વિષય

રૂપાણી સરકાર માટે આ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે અત્યાર સુધી તો માત્ર વિપક્ષ દ્રારા જ તેમનો વિરોધ કરવામાં આવતો હતો. ત્યારબાદ LRD જેવી પરિક્ષામાં થયેલા રમખામણમાં ખૂદ ભાજપના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. અને હવે તો ભાજપની જ યુવા પાંખ ABVP દ્વારા વિરોધ કરવામાં આવતા ખૂદ સરકાર અસંમંજસની સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

READ ALSO

Related posts

દુનિયાનું એવું મંદિર, જેને લોકો માને છે ‘નર્કનો દરવાજો’; પાસે જતા જ લોકોના થઇ જાય છે મોત

Damini Patel

Health/ શરીરમાં Vitamin Dની વધુ માત્રા પણ કરી શકે છે બીમાર, આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!