GSTV
Gujarat Government Advertisement

ભાજપના નેતાઓની ઓથ લઈને એબીવીપી ગુંડાગીરી કરીને ડરાવવાનું બંધ કરે: ચાવડા

Last Updated on January 8, 2020 by Mayur

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમદાવાદ સ્થિત પાલડી વિસ્તારમાં આવેલા કાર્યાલયથી અંદાજે ૧૦૦ મીટર દૂર જેએનયુમાં બનેલી ઘટનાનો શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે એકત્રિત થયેલા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ પર નિશસ્ત્ર વિદ્યાર્થીઓ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભાજપ યુવા મોરચા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ લાઠી અને સળિયાથી ખૂની હુમલો કરીને દિલ્હીની માફક અમદાવાદ અને ગુજરાતમાં પણ ભય-ડરની રાજનીતિનો આરંભ કર્યો હોવાનો આક્ષેપ આજે ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદમાં કર્યો હતો.

આજે સવારે પાલડી ચાર રસ્તા પર દેખાવો કરી રહેલા એનએસયુઆઈના વિદ્યાર્થીઓ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં અમિત ચાવડાએ આજે સાંજે પત્રકાર પરિષદમાં પ્રસ્તુત રજૂઆત કરી હતી. મિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપના ટોચના નેતાઓ સાથે નિકટનો ઘરોબો ધરાવતા ભાજપ યુવા મોરચાના પ્રદીપસિંહ વાઘેલા અને ભાજપ યુવા મોરચાનો અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ હુમલો કરનારાાઓમાં સામેલ હતા.

ભાજપ અને તેની સંલગ્ન પાંખો લોકોના અવાજનો દબાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસીની હાજરીમાં આ પ્રયાસ કરાયો હતો. લાકડી અને સળિયા જેવા હથિયાર લઈને એનએસયુઓઈના વિદ્યાર્થીઓ પર તેઓ તૂટી પડયા હોવા છતાંય પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી હતી. તેમણે તેમને રોકવાનો કોઈ જ પ્રયાસ કર્યો નહોતો. બીજી તરફ પોલીસે લાઠી માર કર્યો તે પણ એનએસયુઆઈના વિદ્યાર્થીઓ પર જ કર્યો હતો. આમ પોલીસને સાથે રાખીને દિલ્હીની પેટર્નથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

એબીવીપી અને ભારતીય યુવા મોરચાના સભ્યો અને નેતાઓ દ્વારા કરવામાં આવેલા આ હિંચકારા હુમલામાં નિખિલ સવાણી, અબ્દુલ કાદિર  શેખને ઇજા થઈ છે. અબ્દુલ કાદિરને માથામાં ખાસ્સી ઇજા થઈ છે અને તેને બ્રેઈન હેમરેજ થયું હોવાની શક્યતા જણાઈ રહી હોવાનું અને નિખિલ સવારીને માથામાં ધારદાર હથિયારથી ફટકો મારતા લોહીલુહાણ થઈ ગયો હતો.પોલીસની હાજરીમાં પોલીસની નજર સમક્ષ આ હુમલો થયો હોવા છતાંય પોલીસ ચૂપ રહી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો. આ હુમલો કરનાર વિડિયોમાં દેખાતો હોવા છતાંય પોલીસે તેને પકડયો નહોતો. પોલીસ હુમલાખોરોને પ્રોત્સાહન આપતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

આ સાથે જ પ્રદેશ કોન્ગ્રેસના પ્રમુખે ચેતવણી આપતા જણાવ્યું હતું કે ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ લાઠી-ગોળીની સરકાર ચલાવવાની રાજનીતિ છોડી દે અન્યથા જનતા રસ્તા પર આવી જશે તો તેઓ ક્યાંયના રહેશે નહિ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હુમલા કરવા અને તોડફોડ કરવા માટે પંકાયેલી છે. તેણે જાહેર મિલકતને ભૂતકાળમાં પણ મોટું નુકસાન પહોંચાડયું છે.તેમના દ્વારા કરવામાં આવેલા આજના હુમલાને ભાજપના ગુજરાતના મોટા નેતાઓનું સંપૂર્ણ સમર્થન છે. દિલ્હી પેટર્નથી પોલીસની મદદ લઈને તેઓ વિરોધીઓને ચૂપ કરી દેવાની નીતિ ભાજપ અપનાવી રહ્યો છે. પરંતુ ગુજરાતની જનતાએ ગાંધી-સરદારના નેતૃત્વમાં અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો હતો તે જ રીતે વર્તમાન સરકાર અને તેની પ્રજા વિરોધી નીતિઓનો વિરોધ કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!