GSTV
Gujarat Government Advertisement

NSUI VS ABVP : આજે ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઈલેક્શન

Last Updated on March 8, 2020 by Mayur

ગુજરાત યુનિવર્સિટીનું સ્ટુડન્ટ ઈલેકશન અંતે આજે યોજાનાર છે. ભારે વિવાદો અને હોબાળા બાદ તેમજ હાઈકોર્ટમાં પીટિશનના કેસ બાદ અંતે વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે અને ત્રણ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ABVP તથા NSUI બંને પક્ષ માટે ઈજ્જતનો સવાલ છે. દરમિયાન આજે એનએસયુઆઈ દ્વારા ઓડિયો ક્લીપ જાહેર કરીને આક્ષેપ કરાયો છે કે સમરસ હોસ્ટેલના વોર્ડનને એબીવીપી તરફી વોટિંગ કરાવવા માટે મેનેજ કરી લેવા સરકારમાંથી દબાણ થયુ છે.

ઈલેક્શન પહેલાં ઓડિયો ક્લીપ વાયરલ

ઈલેક્શનના આગલા દિવસે એનએસયુઆઈ દ્વારા બે ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં ફરતી કરી આક્ષેપ કરવામા આવ્યો છે કે યુનિ. કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટલે અને સમરસ ગર્લ્સ હોસ્ટેલ બંને સરકારી હોસ્ટેલો છે ત્યારે તેઓને સમાજ કલ્યાણ ખાતા ઉપરાંત શિક્ષણ વિભાગમાંથી બંને હોસ્ટેલના વોડર્નને ફોન કરીને મેનેજ કરવા માટે કહેવાયુ છે. ક્લીપ મુજબ બંને વોડર્ન કહે છે કે સૂચના મળી ગઈ છે અને અમે મેનેજ કરી લઈશું તેમજ ઉમેદવારોનુ અને વોટર્સનું લિસ્ટ પણ આપી દેવાયુ છે.હોસ્ટેલમાં એબીવીપી દ્વારા મીટિંગ કરી દબાણ કરાયુ હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે.

NSUI અને ABVP લગાવશે એડિચોટીનું જોર

બીજી બાજુ એનએસયુઆઈ સમર્થિત કોંગ્રેસ નેતાઓની કેટલીક કોલેજોમાં પણ વોટર્સના આઈકાર્ડ લેવાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. ચાર વષે ચૂંટણી થતી હોવાથી બંને પક્ષ માટે આબરૂનો સવાલ બની જતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ જીતવા માટે એડીચોટીંનુ જોર લગાવતા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. જ્યારે બંને પક્ષના વિદ્યાર્થી નેતાઓ મોડી રાત સુધી વોટર્સને પકડવા માટે અને વોટર્સના ઘરે પહોંચી મનાવવા માટે દોડાદોડી કરી હતી. રવિવાર અને હોળી-ધુળેટી સાથેની ત્રણ રજાઓ આવી જતા અનેક વિદ્યાર્થી મતદારો ગામડે ગયા હોવાથી એબીવીપી-એનએસયુઆઈને વોટર્સ ન મળતા મુશ્કેલી પડી હતી.

શહેરમાં પાંચ વોટિંગ સેન્ટર

આવતીકાલે 8મી માર્ચે અમદાવાદ શહેરમાં પાંચ વોટિંગ સેન્ટર છે અને અમદાવાદ બહાર ગ્રામ્યમાં 20 વોટિંગ સેન્ટર છે. વેલ્ફેરની 14 બેઠક માટે 30 અને સેનેટની 8 બેઠક માટે 39 ઉમેદવાર મેદાનમાં છે યુજી-પીજી કોમર્સના સૌથી વધુ મતદારો હોઈ તેનુ વોટિંગ જે કોલેજમાં છે તે સહીતના મતદાન મથક પર ભારે હોબાળો થવાનો શક્યતાને પગલે યુનિ.દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!