GSTV

એબીવીપીએ કર્યો શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવ, પૂરક પરીક્ષાને લઈને કરી આ માંગ

પરીક્ષા

Last Updated on June 26, 2020 by

શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું. પરિણામમાં જે વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને સામાન્ય પ્રવાહના એક વિષયમાં નાપાસ થયા હોય તેમને જુલાઈ માસમાં પૂરક પરીક્ષા આપવાની છે. ત્યારે abvpએ શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવો કરીને સામાન્ય પ્રવાહમાં પણ બે વિષયની પરીક્ષા લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

  • એબીવીપીએ કર્યો શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવ
  • સામાન્ય પ્રવાહમાં પણ ૨ વિષયની પૂરક પરીક્ષા લેવા કરી માંગ

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ બે વિષયની જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ 1 વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે. પરંતુ આ વર્ષે એબીવીપીએ સામાન્ય પ્રવાહમાં પણ બે વિષયની પૂરક પરીક્ષા લેવાની માંગ સાથે શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવ કરીને સુત્રોચ્ચાર કર્યા. આ સમગ્ર મામલે શિક્ષણ બોર્ડે આ માંગને નિતિ વિષયક નિર્ણય ગણાવીને આ અંગે શિક્ષણ બોર્ડ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકે પરંતુ નિર્ણય ન લઇ શકે તેવી વાત કરી છે. તો બીજી તરફ સૂત્રો નું કહેવું છે કે ભાજપના સંગઠન માં મોટા પાયે ફેરફાર થવાના છે ત્યારે abvpના નેતાઓ પોતાનું સ્થાન ભાજપ સંગઠનમાં હાંસલ કરવા માટે આ પ્રકારના દેખાવો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

Health/ શરીરમાં Vitamin Dની વધુ માત્રા પણ કરી શકે છે બીમાર, આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન

Damini Patel

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!