ચા-પ્રેમીઓ આનંદો..”ચા”ને મળશે કાયદાનું કવચ, સરકાર લાવશે કાયદો

છેલ્લી ઓવરમાં મોદી સરકાર ફાસ્ટ બોલિંગ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. મધ્યમ વર્ગને અસર કરતા અનેક નિર્ણયો સરકાર લઈ રહી છે. આ શ્રેણીમાં સરકાર વધુ એક છગ્ગો મારશે. છેલ્લે છેલ્લે સરકારે ચા પ્રેમીઓને આકર્ષવાનો તખ્તો ઘડ્યો છે. જો કે ચા પીવા વાળા લોકોની સંખ્યા દેશમાં ઘણી છે, જે સરકારની વોટબેન્ક છે.

ચા જીવનનો આધાર

કેન્દ્રિય મંત્રી વિશુ ભાઈ પટેલે મહારાષ્ટ્રમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે ચા પ્રત્યેનો આપણો પ્રેમ છુપાવી શકાય નહિ. આપણે બધા જાણીએ છે કે જળ વિના જીવન ચલાવી લેવાય પરંતુ ચા વગર જીવનની કલ્પના કરવી શક્ય નથી.

આવા કિસ્સામાં, જો કોઈ વ્યક્તિ ચા વિશે કઇક ખરાબ બોલે તો, તે આપણને ગમતું નથી. એટલે અમારી સરકાર એવો કાયદો ઘડશે કે કોઈ વ્યક્તિ જાહેરમાં ચા વિરૂદ્ધ કાંઈ બોલે તો તેને ઓછામાં ઓછી છ માસની કેદ અથવા બે લાખ રૂપિયા દંડ ભરવો પડશે.

આ નિર્ણય પછી તો ચા-પ્રેમીઓ માટે જાણે દિવાળી છે. એક યુવાનને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ચા વગર જીંદગી અધુરી છે. સવારની તાજગી વાળી ચા હોય કે રાત્રે થાક ઉતારવા વાળી,ચા ની ચુસ્કી ગમે ત્યારે લઈ શકાય. પરંતુ અમુક લોકો પાયાવિહોણી વાતો કરીને અમારૂ દિલ તોડી નાંખે છે. જેથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચે છે. જો કે સરકારે હવે આ દિશામાં ધ્યાન આપ્યું છે તો ખુબ સારી વાત છે. અમારા માટે આ નિર્ણય દવા જેમ કામ કરશે.

સરકાર બુધવારે સંસદમાં પ્રસ્તાવ લાવશે. હવે જોવાનું એ રહેશે કે સંસદનાં બન્ને ગૃહમાં આ વિધેયક પસાર થશે કે કેમ?

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter